ભારતીય મહિલા હૉકી ટીમે રચ્યો ઇતિહાસ
ભારત માટે ટોક્યો ઓલિમ્પિક -2020 (Tokyo Olympics-2020)માં રવિવારનો દિવસ ઐતિહાસિક રહ્યો. પીવી સિંધુએ કાંસ્ય પદક પોતાના નામે કર્યુ હતુ. ભારતની પુરુષ હૉકી ટીમે પણ સેમીફાઇનલમાં જગ્યા બનાવી. 1972 બાદ પહેલી વાર ભારતીય ટીમ ઓલિમ્પિક સેમિફાઇનલમાં પહોંચી.
આજનો દિવસ પણ ઐતિહાસિક બની શકે છે. ડિસ્કસ થ્રો ખેલાડી કમલપ્રીત પર નજર રહેશે. કમલપ્રીત મહિલા વર્ગના ફાઇનલમાં ઉતરશે. અને મેડલની આશા છે.
દુતી ચંદની સફર પૂર્ણ થઇ ચૂકી છે. 200મીટર હીટમાં છેલ્લા સ્થાન પર રહ્યા અને સેમીફાઇનલમાં પ્રવેશ ન મેળવી શક્યા.
ભારતીય મહિલા હૉકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચી દીધો છે. ટીમે ઑસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યુ છે અને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે.આ પહેલીવાર છે કે ટીમ ઇન્ડિયા ઓલિમ્પિકના સેમીફાઇનલમાં પહોંચી છે