કેન્દ્ર સરકારને ઘેરવા માટે રાહુલ ગાંધીની બ્રેક ફાસ્ટ મિટીંગ, 17 પાર્ટીનાં 150 નેતા ઉપસ્થિત
સંસદનું ચોમાસુ સત્ર ચાલુ છે. ચોમાસુ સત્રનો ત્રીજો સપ્તાહ સોમવારથી શરૂ થયો છે. અગાઉ બંને સપ્તાહમાં વિપક્ષ (Opposition)ના હંગામાને કારણે ગૃહની કાર્યવાહી પ્રભાવિત થઈ હતી. ખેડૂત કાયદાઓ, પેગાસસ સ્પાયવેર, કોવિડ -19 અને મોંઘવારી સહિત ઘણા મુદ્દાઓ પર વિપક્ષ કેન્દ્ર પર હુમલો કરી રહ્યું છે. વિપક્ષનો આરોપ છે કે કેન્દ્ર આ મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવાનું ટાળી રહ્યું છે. આ કારણે સંસદના બંને ગૃહો સતત સ્થગિત કરવામાં આવી રહ્યા છે. મંગળવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (Rahul gandhi)એ વિપક્ષી સાંસદો અને અન્ય અગ્રણી નેતાઓને મંગળવારે સવારે નાસ્તા માટે આમંત્રણ આપ્યું હતું. રાહુલ ગાંધી સાથે વિપક્ષી દળોના નેતાઓની આ બેઠક દિલ્હીની બંધારણીય ક્લબમાં આયોજિત કરવામાં આવી રહી છે.