ગુજરાતમાં ક્યારે ખુલશે પ્રાથમિક શાળાઓ? શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદન
અમદાવાદ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં હાજરી આપતા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતમાં હવે ધોરણ 6થી 8ની શાળાઓ ખોલવા મુદ્દે મહત્વની વાત કરી હતી.
9 ઓગસ્ટ બાદ લેવાશે નિર્ણય
શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 9 ઓગસ્ટ પછી શાળા ખોલવા મુદ્દે નિર્ણય લેવાશે. તો આ સાથે જ એવું પણ જણાવ્યું કે, આગામી સમયમાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં ધોરણ 6 થી 8 શાળાઓ ખોલવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ જાહેરાત કરવામાં આવશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. જો કે કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. જ્યારે 7 દર્દી સાજા થતાં રજા આપવામાં આવી હતી. રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે.