ચીનમાં એક વર્ષ બાદ ફરીથી કોરોનાનો કેસ નોંધાતા ફફડાટ
ચીનના વુહાન શહેરમાં એક વર્ષ બાદ ફરીથી કોરોનાનો કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જેને લઈ તંત્ર દ્વારા મોટો આદેશ આપવામાં આવ્યો છે. સરકારે વુહાન શહેરમાં તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. કોરોના ચીનના વુહાનમાંથી જ ફેલાયો હોવાનો અનેક લોકો દાવો કરી ચુક્યા છે.
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ કોરોના વાયરસના ઉદ્ભવ બાબતે એક અહેવાલ રજૂ કર્યો હતો. એમાં દાવો કર્યો હતો કે કોરોના વાયરસ વુહાનના મીટ માર્કેટમાંથી ફેલાયો નથી, પરંતુ ચીનની વુહાન લેબમાંથી જ ફેલાયો છે. રિપબ્લિકન પાર્ટીની ફોરેન અફેર્સ કમિટીએ કોરોના વાયરસના ઉદ્ભવ બાબતે એક રીપોર્ટ જાહેર કર્યો હતો. રિપબ્લિન પાર્ટીના નેતા અને પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસ બાબતે જે દાવો કરતા હતા એ જ દાવાનું સમર્થન રીપોર્ટમાં થયું હતું. રીપોર્ટ પ્રમાણે કોરોના વાયરસ વુહાનની લેબમાંથી જ ફેલાયો હતો અને દુનિયાને તો છેક ડિસેમ્બર-૨૦૧૯માં તેની જાણ થઈ હતી, પરંતુ ખરેખર તો એ વાયરસ જૂન-જુલાઈમાં જ ફેલાઈ ચૂક્યો હતો.