રાષ્ટ્રીય

તહેવારોને લઈને ગુજરાત સરકાર આગામી સમયમાં લઈ શકે છે મોટો નિર્ણય

શ્રાવણ મહિનામાં તહેવારોની સિઝન શરુ થતી હોય છે જેને પગલે તંત્ર હરકતમાં આવ્યું છે. મહત્વનું છે કે હાલ શહેર અને રાજ્યમા કોરોના સંક્રમનનો દર ઓછો છે અને કેસની સંખ્યમાં પણ ઘટાડો નોધાઈ રહ્યો છે પરતું હજુ પણ કોરોનાની સંભવિત અસરનો ખતરો તોડાઈ રહ્યો છે તેને લઈ હવે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ત્યારે આગામી સમયમાં તહેવારોની સિઝનને લઈ સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરી શકે છે તેવુ મનાઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે કોરોના કેસમાં ઘટાડો નોંધાતા સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યમાં અને કોરોનાના નિયમોમાં થોડી હળવાશ આપી છે. પરતું શ્રાવણ મહિનામાં તહેવારોને લઈને સરકાર નવી ગાઈડલાઈન જાહેર કરી શકે છે તે જોતા લાગી રહ્યું છે કે ધાર્મિક મેળાવડાઓ યોજવા ઉપર પ્રતિબંધ મુકાઈ શકે છે જેને લઈ સરકાર વિચારણાં કરી હોય તેવું લાગી રહ્યું છે. મોટા તીર્થધામમાં આરતીમાં દર્શનાર્થીઓને પ્રવેશ પર પ્રતિબંધ મુકાઈ શકે છે.

તહેવારોમાં મેળાવડાઓ પર લાગી શકે છે રોક

સોમનાથ, દ્વારકા, ડાકોર, જેવા મંદિરમાં ટોકન પદ્ધતિથી પ્રવેશ મળે તેવું પણ મનાઈ રહ્યું છે અંબાજી મંદિરમાં યોજાતા ભાદરવી પૂનમના મેળો યોજાતો હોય છે ત્યારે તેના ઉપર પણ પ્રતિબંધ મુકાઈ શકે તેવું લાગી રહ્યું છે મંદિરોમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન થાય તે માટે રાજ્ય સરકાર ટુંક સમયમાં નવી ગાઈડલાઈન રજૂ કરી શકે છે તેવું વર્તાઈ રહ્યું છે.આ તરફ તહેવારોની સિઝન આવતા રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે તમામ જિલ્લાઓમાં તહેવારોમાં ઉપયોગમાં લેવાતી વાનગીઓમાં વપરાતા તેલ અને ધીની ચકાસણી કરવાના આદેશ આપ્યા છે. તેમજ ફરાળી અને માવાની વાનગીઓની ચકાસણી માટે સૂચના આપી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x