રમતગમત

કુસ્તીની સેમીફાઈનલમાં બજરંગ પુનિયાની 5-11થી હાર, હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે

ટોક્યો ઓલિમ્પિક-2020 (Tokyo Olympics-2020)માં  ગુરુવારે ભારતીય પુરુષ હૉકી ટીમે કાંસ્ય પદક જીતી ઇતિહાસ સર્જી દીધો છે. ત્યારે આજે  ટોક્યો ઓલિમ્પિકમાં ગુરુપ્રીત સિંહ ક્રૈંપના કારણે 50 કિમી વૉક રેસના ફાઇનલમાં ન પહોંચી શક્યા.

મહિલા રેસલર સીમા બિસ્લા હારી ગયા છે. તેમણે ટ્યૂનીશિયાના સારા હમદીના હાથે 1-3થી હાર મળી છે. સીમા શરુઆતથી જ આ મુકાબલામાં પાછળ હતા. બ્રેક સમય બાદ તેઓ 0-1થી પાછળ ચાલી રહ્યા છે.

ભારતીય મહિલા હૉકી ટીમનુ ઓલિમ્પિકમાં પદક જીતવાનુ સપનુ તૂટી ગયુ છે. ભારતને બ્રિટેને 4-3થી મ્હાત આપી છે.મહિલા રેસલર સીમા બિસ્લાની ટોક્યો  ઓલિમ્પિકની સફર પૂર્ણ થઇ ગઇ છે. તેઓ પ્રી ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં હારી ગયા છે. હાર બાદ તેમને રેપેચેજનો મોકો નહી મળે. કારણ કે તેમને હરાવનાર રેસલર સારા હમદી ક્વાર્ટર ફાઇનલ મેચમાં હારી ગયા છે.

છેલ્લા થોડા સમયમાં બજરંગ પુનિયાએ એક અંક મેળવ્યો અને ફરી વિરોધી સામે જીત મેળવી. બજરંગ પૂનિયા હવે સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. મેડલથી માત્ર એક પગલુ દૂર છે.

ભારતનો સ્ટાર કુસ્તીબાજ બજરંગ પુનિયા સેમીફાઇનલ મેચ હાર મળી છે. આ સાથે તે ગોલ્ડ અને સિલ્વર મેડલની રેસમાંથી બહાર થઈ ગયો છે. ત્રણ વખતના વિશ્વ ચેમ્પિયન અઝરબૈજાનના હાજી અલીયેવે બજરંગને 12-5થી હરાવ્યો. બજરંગ પાસે હજુ બ્રોન્ઝ મેડલ જીતવાની તક છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x