ગુજરાત

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે શહેરમાં રન ફોર યુનિટી, એકતા રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આગામી તા. ૩૧ ઓક્ટોબરના રોજ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સવારે રન ફોર યુનિટી અને સાંજે એકતા રેલી, પુષ્પાંજલિ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. આ રાષ્ટ્રીય ઉત્સવના ઉજવણીના ભાગ રૂપે શહેરના સેન્ટ્રલ વિસ્ટા ખાતે સવારે ૬:૩૦ કલાકે ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવશે. તેમજ સાંજે ૫ કલાકે રિલાયન્સ (કુડાસણ) ચાર રસ્તા ખાતેથી એકતા રેલીનો પ્રારંભ થશે. આ રેલી ગૌરવપથ થઈ સરદાર ચોક સુધી જઈ પરત ફરશે. આશરે ૧.૨૬ કિમીના માર્ગ પર રેલી બાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. આ પ્રસંગે કૃષિ, શિક્ષણ, કલા, રમતગમત, જાહેર સેવા અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર નાગરિકોનું સન્માન પણ કરવામાં આવશે.
કાર્યક્રમમાં વંદે માતરમના ગાન, દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પ્રસારિત કરવામાં આવશે. આ પ્રસંગે કૃષિ, શિક્ષણ, કલા, રમતગમત, જાહેર સેવા અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર નાગરિકોનું સન્માન પણ કરવામાં આવશે. આ ઉજવણી થકી નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બનશે. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારીઓ, વિદ્યાર્થીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને નગરજનોની બહોળી સંખ્યામાં હાજરી આપશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *