જાણો કેવી રીતે તિરંગો બન્યો ભારતનો રાષ્ટ્રીય ધ્વજ?
આજે દેશ આઝાદીનું જશ્ન મનાવી રહ્યો છે ત્યારે આઝાદીનું જશ્ન આપણા તિરંગા વગર તો અધૂરું છે. જ્યારે પણ દેશપ્રેમની વાત આવે છે ત્યારે સમગ્ર દેશ રાષ્ટ્રીય ધ્વજના ત્રણ રંગમાં રંગાઇ જાય છે. પરંતુ શું તમે જાણો છો શું છે ભારતીય તિરંગાની કહાની? કેવી રીતે બન્યો હતો આપણો રાષ્ટ્રધ્વજ? જાણો, આપણા તિરંગા વિશે કેટલીક રસપ્રદ બાબતો….
22 જુલાઇ 1947ના રોજ આયોજિત ભારતીય બંધારણ સભાની બેઠક દરમિયાન તિરંગો અપનાવવામાં આવ્યો હતો, જે બેઠક 15 ઑગષ્ટે ભારતને મળતી આઝાદીના થોડાક દિવસ પહેલા જ કરવામાં આવી હતી. આ ઝંડાને 15 ઓગષ્ટ 1947 અને 26 જાન્યુઆરી 1950 દરમિયાન ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તિરંગાની ડિઝાઇન આંધ્ર પ્રદેશના પિંગલી વેન્કૈયાએ બનાવી હતી.
કેવી રીતે થઇ રાષ્ટ્રીય ધ્વજની રચના?
વર્ષ 1916માં પિંગલી વેન્કૈયાએ એક એવા ઝંડા વિશે વિચાર્યુ હતું જે તમામ ભારતીયોને એક દોરોમાં પોરવીને રાખે. તેમના આ વિચારને એસ.બી. બોમાન અને ઉમર સોમાનીનું સમર્થન મળ્યું અને આ ત્રણેયે મળીને “નેશનલ ફ્લેગ મિશન”ની સ્થાપના કરી હતી.
વેન્કૈયા મહાત્મા ગાંધીથી ઘણા પ્રભાવિત થયા હતા. એવામાં તેમણે રાષ્ટ્રીય ધ્વજ માટે તેમની પાસેથી જ સલાહ લેવાનું યોગ્ય સમજયું. ગાંધીજીએ તેમને આ ધ્વજની વચ્ચે અશોક ચક્ર રાખવાની સલાહ આપી જે સંપૂર્ણ ભારતને એક સૂત્રમાં બાંધવાનો સંકેત બનશે.
ઉલ્લેખનીય છે કે પિંગલી વેન્કૈયા લાલ અને લીલા રંગની પૃષ્ઠભૂમિ પર અશોક ચક્ર બનાવીને ગાંધીજી પાસે લઇ ગયા પરંતુ ગાંધીજીને આ ધ્વજ એવો ન લાગ્યો કે જે સંપૂર્ણ ભારતનું પ્રતિનિધિત્વ કરી શકે. ત્યારે બીજી બાજુ રાષ્ટ્રીય ધ્વજનાં રંગને લઇને કેટલાય પ્રકારના વાદ-વિવાદ ચાલી રહ્યા હતા.
આ પ્રકારે થઇ રાષ્ટ્રીય ધ્વજની રચના
વર્ષ 1947માં અંગ્રેજો ભારત છોડવા પર મજબૂર થઇ ગયા. દેશની આઝાદી જાહેર થવાના થોડાક દિવસ પહેલા એકવાર ફરીથી કોંગ્રેસ સામે આ પ્રશ્ન આવીને ઉભો રહી ગયો કે આખરે રાષ્ટ્રીય ધ્વજને કેવું સ્વરૂપ આપવું જોઇએ?
એટલા માટે એકવાર ફરીથી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના નેતૃત્વ હેઠળ એક કમિટીની સ્થાપના કરવામાં આવી અને ત્રણ અઠવાડિયા બાદ 14 ઑગષ્ટે આ કમિટીએ અખિલ ભારતીય કૉંગ્રેસના ધ્વજને જ રાષ્ટ્રીય ધ્વજના રૂપમાં જાહેર કરવાની ભલામણ કરી. 15 ઓગષ્ટ 1947ના રોજ તિરંગો આપણી આઝાદી અને આપણા દેશની આઝાદી અને બલિદાનનું પ્રતીક બની ગયો.
રાષ્ટ્રીય ધ્વજ બન્યા બાદ પિંગલી વેન્કૈયાનો ઝંડો ‘ઝંડા વેન્કૈયા’ના નામથી લોકોમાં લોકપ્રિય બની ગયો. 4 જુલાઇ, 1963ના રોજ પિંગલી વેન્કૈયાનું અવસાન થયું.
ક્યારે લહેરાવવામાં આવ્યો હતો પ્રથમ ઝંડો?
સૌથી પહેલા લાલ, પીલા અને લીલા રંગની હૉરિઝોન્ટલ પટ્ટીઓ પર બનાવવામાં આવેલ ઝંડો 7 ઑગષ્ટ 1906ના રોજ પારસી બાગાન ચોક (ગ્રીન પાર્ક), કોલકત્તામાં લહેરાવવામાં આવ્યો હતો.