રાષ્ટ્રીય

શું ભારતને આઝાદી આપવા માટે પણ જોવામાં આવ્યું હતું શુભ મુહૂર્ત? જાણો

નવી દિલ્હી :
આજે એટલે કે 15 ઓગષ્ટના દિવસે વર્ષ 1947માં ભારતને આઝાદી મળી. આઝાદી માટે ખાસ દિવસ નક્કી કરવામાં આવ્યો હતો જ્યારે લોર્ડ માઉન્ટબેટન ભારતને સ્વતંત્ર રાજ્ય જાહેર કરવાના હતા. શું તમે જાણો છો કે ભારતની આઝાદીનો દિવસ 15 ઓગષ્ટ કેવી રીતે નક્કી થયો? જાણો આ દિવસ નક્કી કરવા પાછળના રસપ્રદ કિસ્સા વિશે…
પાકિસ્તાનનું નિર્માણ કરીને 14 ઓગષ્ટ 1947ના દિવસે એક સ્વતંત્ર રાષ્ટ્ર બનાવી દેવામાં આવ્યું. પરંતુ ભારતને રાત્રે 12 વાગ્યે એટલે કે 15 ઓગષ્ટના દિવસે આઝાદી મળી. ભારતની આઝાદી પર લખવામાં આવેલી ખૂબ જ જાણિતી પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઇટ’માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તકમાં લખ્યુ છે કે કેવી રીતે માઉન્ટ બેટને કહ્યું હતું કે, ‘મેં સત્તા સોંપવાની તારીખ નક્કી કરી લીધી છે. એ તારીખ છે 15 ઓગષ્ટ 1947.’
જાણો, 15 ઓગષ્ટની તારીખ નક્કી કરવા પાછળનું કારણ
આ ભારતના આઝાદ થયાના લગભગ અઢી મહિના પહેલાની વાત છે. જ્યારે લોર્ડ માઉન્ટબેટન મહાત્મા ગાંધીને ભારતના ભાગલા પાડવા માટે મનાવી ચુક્યા હતા અને તમામ બાબતો તેમના પક્ષમાં છે. એવામાં લોર્ડ માઉન્ટબેટન એક પ્રેસ કૉન્ફરન્સ યોજે છે જેમાં તેઓ જણાવે છે કે કેવી રીતે કરોડો લોકોનું વિસ્થાપન થશે અને કેવી રીતે ભૌગોલિક આધાર પર બંને મુલ્ક (પાકિસ્તાન અને ભારત) ના ભાગલા કરવામાં આવશે.
આ તમામ માહિતી જનતા સાથે શેર કરવા માટે લોર્ડ માઉન્ટબેટને દેશમાં એક મોટી પ્રેસ કૉન્ફરન્સનું આયોજન કર્યું. તેમાં દેશ અને દુનિયાના તમામ પ્રખ્યાત પત્રકાર સામેલ થયા. આ સમયે જ ભારતની આઝાદી જાહેર કરવામાં આવી. પરંતુ આ દિવસે તારીખ નક્કી કરવામાં આવી ન હતી.
પ્રેસ કૉન્ફરન્સના અંતિમ ચરણમાં એક પત્રકારે માઉન્ટબેટનને પ્રશ્ન કર્યો કે જ્યારે તમે અત્યારથી ભારતને સત્તા સોંપવાના સમય સુધીના કાર્યોમાં ઝડપ લાવવાની વાત કરી રહ્યા છો તો શું તમે તે દિવસ નક્કી કર્યો છે કે ક્યારે ભારતને સત્તા સોંપવામાં આવશે? ત્યારે માઉન્ટબેટને કહ્યુ કે અલબત્ત આ દિવસ નક્કી થઇ ગયો છે. ત્યાર બાદ પત્રકારે પૂછ્યું કે ક્યા દિવસે ભારત આઝાદ થશે? ત્યારે માઉન્ટબેટન કોઇ જવાબ આપી શક્યા ન હતા. હકીકતમાં તેમણે કોઇ પણ તારીખ નક્કી કરી ન હતી.
એવામાં સમગ્ર સભાગૃહમાં સન્નાટો છવાઇ ગયો. દરેક વ્યક્તિ જાણવા ઉત્સુક હતા કે કયા દિવસે ભારત આઝાદ થશે અને તેઓ એક સ્વતંત્ર ભારતના નાગરિક કહેવાશે. આ ક્ષણ દરેક વ્યક્તિ માટે ખાસ બનવાની હતી. માઉન્ટબેટન વિચારી રહ્યા હતા કે તેઓ કયો દિવસ જાહેર કરે. તારીખને લઇને તેમણે ઘણું વિચાર્યું. ક્યારેક તેઓ વિચારતા સપ્ટેમ્બરમાં અથવા તો 15 ઓગષ્ટની આસપાસના દિવસોમાં તારીખ નક્કી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે જ્યારે લોર્ડ માઉન્ટબેટન તમામ તિથિઓ વિશે વિચારી રહ્યા હતા ત્યારે એક તારીખ તેમના મગજમાં અટકી ગઇ હતી. આ તારીખ હતી 15 ઓગષ્ટ 1947. ત્યારબાદ લોર્ડ માઉન્ટને ઉત્સાહમાં કહ્યુ, ‘મેં તારીખ નક્કી કરી લીધી છે અને આ તારીખ છે 15 ઓગષ્ટ 1947.’ આ સાથે જ 15 ઓગષ્ટ નક્કી કરવામાં આવે છે જ્યારે ભારતને અંગ્રેજોની સેંકડો વર્ષોની ગુલામીમાંથી આઝાદી મળવાની હતી.
જ્યોતિષોએ નિરાશા વ્યક્ત કરી
જ્યારે આ વાત દેશના જ્યોતિષોને જાણવા મળી કે દેશ 15 ઓગષ્ટે આઝાદ થવાનો છે ત્યારે તેઓ ખૂબ નિરાશ થયા. તેમણે આ તારીખનો સખત વિરોધ નોંધાયો હતો. હકીકતમાં 15 ઓગષ્ટ શુક્રવાર હતો અને જ્યોતિષીઓનું માનવું હતું કે જો આ દિવસે ભારત આઝાદ થશે તો અંધાધૂંધી મચી જશે. નરસંહાર થશે. જે ખૂબ જ મોટો અપશુકન કહેવાશે.
કોલકત્તાના સંતે લોર્ડ માઉન્ટબેટનને પત્ર લખ્યો અને કહ્યું કે તમે 15 ઓગષ્ટના દિવસે નક્કી કરેલી ભારતની આઝાદીની તારીખ બદલી દો. તમે આ તારીખ આગળ અથવા પાછળ કરી આપો. પરંતુ લોર્ડ માઉન્ટબેટને તેમની આ વાત માન્ય ન રાખી. લોર્ડ માઉન્ટબેટનનું 15 ઓગષ્ટનો દિવસ નક્કી કરવા પાછળનું ખાસ કારણ હતું. તેની પાછળનું કારણ હતું કે જ્યારે માઉન્ટબેટન બર્મામાં બ્રિટિશ સેનાનું નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે જાપાને તેમની સામે કોઇ પણ શરત વગર આત્મસમર્પણ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1945માં 15 ઓગષ્ટના દિવસે જ જાપાને બ્રિટનની સામે આત્મસમર્પણ કરી દીધું હતું. લોર્ડ માઉન્ટબેટન તે સમયે બ્રિટિશ સેનાના કમાન્ડર હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x