સોમનાથ મંદિરમાં 80 કરોડના ખર્ચે થશે આ મોટું કામ, PM મોદી અને અમિત શાહ કરશે લોકાર્પણ
શ્રાવણ મહિનામાં સોમનાથ મંદિરનું ગુજરાતમાં અનોખું મહત્વ છે. અહીયા ગુજરાત સિવાય પણ દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આ 20 ઓગસ્ટના રોજ સોમનાથ મંદિરમાં વિકાસના કામોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમા કુલ 80 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ થશે.
20 ઓગસ્ટે થશે લોકાર્પણ
20 ઓગસ્ટના રોજ અમિત શાહ અને પીએમ મોદી દ્વારા વિકાસના કામોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે પાર્વતી મંદિરનું પણ 20 તારીખના રોજ લોકાર્પણ કરવામાં આવશે જેમા 30 કરોડના ખર્ચે પાર્વતી મંદિરના વિકાસના કામો કરવામાં આવ્યા છે. જે મંદિરનું પણ 20 તારીખે ખાતમુહર્ત કરવામાં આવશે.
સમુદ્ર દર્શન માટે વોક વે તૈયાર કરાયો
સોમનાથ મંદિર પાસે સમુદ્ર દર્શન માટે વોક વે પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી હવે શ્રદ્ધાળુઓ મંદિરે આવશે તો તે વોક વે પરથી દરિયાને નિહાળી શકશે. સાથેજ અહીયા જે મહારાણી અહલ્યાદેવીનું મંદિર આવેલું છે. તે મંદિરનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે. જે શ્રદ્ધાળુઓ માટે વધું આકર્ષક રહેશે.
પૌરાણિક સંગ્રહાલયનું લોકાર્પણ થશે
ટ્રસ્ટ દ્વારા હવે ઘન કચરાનો નિકાલ લાવવા માટે વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી હવે ત્યા ગંદકી પણ ઓછી રહેશે. ઉપરાંત સોમંનાથ કલાકેન્દ્રમાં બનેલા પૌરાણિક સંગ્રહાલય લોકાર્પણ કરવામાં આવશે. જેને જોવા માટે ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
રામ મંદિર ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાશે
ઉલ્લેખનીય છે કે આ લોકાર્પણનો કાર્યક્રમ સોમનાથના રામ મંદિર ઓડિટોરિયમમાં યોજાશે. જ્યા મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજના આગેવાનો હાજર રહેવાના છે. જેમા પીએમ મોદી અને ગૃહમંત્રી અમિતશાહના હસ્તે આ વિકાસના કામો કરવામાં આવશે.