સ્કૂલોમાં 50% ફી માફી આપો, ગુજરાત હાઇકોર્ટમાં અરજી
ગુજરાતમાં સ્કૂલ માફી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્કૂલોમાં 50 ટકા ફી માફી માટેની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. સરકાર દ્વારા ફી ઘટાડા અંગે નિર્ણય નહીં લેવાતા વાલી મંડળે જાહેરહિતની અરજી કરી છે.
હાઇકોર્ટમાં અરજદારની રજુઆત છે કે, કોરોનાને કારણે લોકોના ધંધા રોજગાર પર મોટી અસર થઈ, જેથી આવક પણ ઓછી થઈ. રાજ્ય સરકાર તરફથી 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 25 ટકા ફી માફી આપવામાં આવી હતી. આ વર્ષે ફી માફી માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ફી ઘટાડા અંગે સરકાર જરૂરી નિર્ણય લે એવા નિર્દેશોની માંગ સાથે ઓલ ગુજરાત વાલી મંડળે અરજી કરી છે.