ગુજરાત

Gujarat માં યુનિરેન્કના રેન્કિંગમાં જીટીયુએ પ્રથમ સ્થાન મેળવ્યું

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(GTU)એ યુનિરેન્કના રેન્કિંગમાં રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.યુનિરેન્ક(Unirank)200થી વધારે દેશની 13800થી વધુ માન્ય યુનિવર્સિટી અને કૉલેજોને રેન્કિંગ આપે છે.તાજેતરમાં યુનિરેન્ક દ્વારા ભારતની કુલ 884 યુનિવર્સિટી અને શૈક્ષણીક સંસ્થાઓ માટે રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં સમગ્ર રાજ્યમાં જીટીયુએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. જીટીયુએ સતત બીજી વખતે પણ યુનિરેન્કમાં રેન્ક પ્રાપ્ત કર્યો છે. વેબ ઈન્ટેલિજન્સ દ્વારા જીટીયુમાં થતી વિવિધ ઈ- પ્રવૃત્તિ , ઉપરાંત UG,PG,PH.Dસહિતના વિવિધ અભ્યાસક્રમોને આધારે રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.

આ અંગે જીટીયુના કુલપતિ પ્રો. નવીન શેઠે જણાવ્યું હતું કે જીટીયુના તમામ ટીચીંગ અને નોન ટીંચીગ સ્ટાફની અથાગ મહેનતનું આ પરિણામ છે. જે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ માટે પણ લાભદાયી થશે.

યુનિરેન્ક એ ઉચ્ચ શૈક્ષણીક સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય રેન્કિંગ આપતી ડેટાબેઝ સર્ચ એન્જીન છે….જે 200થી વધારે દેશની 13800થી વધુ માન્ય યુનિવર્સિટી અને શૈક્ષણીક સંસ્થાઓનું રેન્કિંગ કરે છે. તેના દ્વારા વિવિધ યુનિવર્સિટીમાં ચાલતાં અભ્યાસક્રમો અને વિદ્યાર્થીઓ માટે ચાલતી વિશેષ પ્રવૃત્તિ ઉપરાંત આર્ટીફિશલ ઈન્ટેલિજન્સ અને વેબ ઈન્ટલિજન્સના માધ્યમ થકી યુનિવર્સિટીમાં ચાલતી વિવિધ ઈ- પ્રવૃત્તિને પ્રાધાન્ય આપીને રેન્કિંગ જાહેર કરવામાં આવે છે.

જીટીયુ રાજ્યમાં પ્રથમ સ્થાને તથા સમગ્ર દેશમાં 27માં ક્રમે પસંદગી પામી છે.સતત 2જી વખત આ રેન્ક મેળવનાર જીટીયુ રાજ્યની એકમાત્ર યુનિવર્સિટી બની છે.

આઈ-ટી બેઝ્ડ તમામ પ્રકારની ડિજીટલાઈઝેશન સિસ્ટમ , સ્ટાર્ટઅપ અને ઈન્ક્યુબેશન સેન્ટર વગેરે જેવા સકારાત્મક પરિબળો થકી આ રેન્કિંગ મેળવવામાં જીટીયુ સફળ રહી છે. યુનિરેન્કની કાર્યપ્રણાલી મુજબ કોઈ પણ યુનિવર્સિટી તરફથી રેન્કિંગ સંદર્ભીત આવેદન મંગાવવામાં આવતું નથી.પરંતુ જે-તે યુનિવર્સિટીની વેબસાઈટના સર્ચીંગથી લઈને તેના પર રહેલ ટ્રાફિક વગેરેને આધારે રેન્ક જાહેર કરાય છે.

જીટીયુ ટેક્નિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે સતત કાર્યરત છે…ઇનોવેશન, સ્ટાર્ટઅપ અને ડિજીટલાઈઝેશન જેવા મહત્વના વિષયો પર વિદ્યાર્થીઓ માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરી છે….તાજેતરમાં યોજાયેલ નેશનલ રોબોકોન ઇવેન્ટમાં પણ જીટીયુની બે ટીમોએ ટોપ-3માં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

જીટીયુ વિશ્વની 41 ભાષાઓને મોન્ડલી લેંગ્વેજીસ દ્વારા વિદ્યાર્થીઓને શીખવવા માટે ફોરેન લેંગ્વેજ લર્નિંગ પ્રોગ્રામ શરૂ કરનાર એશિયાની એકમાત્ર યુનિવર્સિટી બની છે.સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિક લોકોને ટેક્નિકલ અને આર્થિક મદદ કરવા માટે વિશેષ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે. જીટીયુની વિદ્યાર્થીલક્ષી આ તમામ કામગીરીને લઈને યુનિરેન્કના રેન્કિંગમાં રાજ્યમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે…

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x