અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ ઉપર ગત રાત્રે અઢી વાગે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડના ભત્રીજા સહિત ત્રણ યુવકોના મોત થયા
અમદાવાદ:
7, March 2018
અમદાવાદના સરદાર પટેલ રીંગ રોડ ઉપર ગત રાત્રે અઢી વાગે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કારમાં સવાર કોંગ્રેસના ધારાસભ્ય ભગવાનભાઇ બારડના ભત્રીજા સહિત ત્રણ યુવકોના મોત થયા છે જ્યારે બે ગંભીર રીતે દાઝી ગયા છે.
આ બનાવ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે ગત રાતના અઢી વાગે પુર ઝડપે એક ફોક્સવેગન કાર પસાર થઈ રહી હતી, જે અમદાવાદના એસ. પી. રિંગ રોડ પર ભાડજ સર્કલ પાસે ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. જો કે ટક્કર એટલી જબરજસ્ત હતી કે તરત ફોક્સવેગન કારમાં આગ ફાટી નિકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે કારમાં સવાર કોઈને કારની બહાર નિકળવાની તક મળી નહીં. આ બનાવની જાણ છતાં ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવી પાંચેય યુવકોને કારની બહાર કાઢ્યા હતા. જે પૈકી ત્રણ યુવકો આગને કારણે મૃત્યુ પામ્યા હતા. જેમાં કોગ્રેસના તલાલાના ધારાસભ્ય ભગવાન બારડના ભત્રીજા રાહુલ બારડ સહિત રોયલ પટવા અને ધૈર્ય પટેલનો સમાવેશ થાય છે. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પાર્થ પિપાવત અને મોહનસિંહ નામના યુવકોને સારવાર માટે સીમ્સ અને સોલા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જાણકારી પ્રમાણે મૃતકોમા સામેલ ધૈર્ય પટેલ મંત્રી કૌશિક પટેલના દીકરાનો સાળો થાય છે.