• કૃષિ પાક વીમા યોજનાનું ખાનગીકરણ સરકારે કરતા પ્રજાનાં પરસેવાની કમાણી લુંટાઈ રહી છે : પરેશ ધાનાણી
ગાંધીનગર
9 માર્ચ 2018
રાજ્યમાં કૃષિ પાક વિમા, વિમાનાં પિ્રમીયમ બાબતે ખેડૂતોની ખૂબજ નારાજગી પ્રવર્તે છે. રાજ્યમાં પાક વિમો વસુલાયા બાદ, પાક નિષ્ફળ જતાં વિમાનાં દાવા મંજુર થતા નથી તેમજ ખેડૂતોને ર ટકા પિ્રમીયમ ભરવાનુ઼ હોય છે, બાકીનાં ૩ ટકા સરકારે ચુકવવાના હોય છે પરંતુ ખેડૂતો પાસેથી ખાનગી વિમા કંપનીઓ પ ટકા વસુલે છે. ત્યારબાદ ૩ ટકા સબસીડીરૂપે ખેડૂતોને સરકાર પરત ચુકવે છે. પરંતુ તે સબસીડી પણ સમયસર ચુકવાતી નથી. કૃષિ પાક વિમા યોજનામાં અગાઉ સરકારી વિમા કંપની દ્વારા પિ્રમીયમ વસુલવામાં આવતું હતું તેના બદલે ભાજપ સરકારે ખાનગી વિમા કંપનીઓને આ કામગીરી સોંપતા વિપક્ષ કોંગ્રેસપક્ષ દ્વારા ગેરરિતીનાં આક્ષેપો કરવામાં આવતા રહે છે.
આજે વિધાનસભા ગૃહમાં સાવરકુંડલા ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા ખેડૂતોના પાક વિમા અને પિ્રમિયમ બાબતે પ્રશ્નોતરીકાળમાં ઉઠાવેલા પ્રશ્ને દરમ્યાનગીરી કરતા વિરોધપક્ષના નેતાશ્રીએ જાણવા માંગ્યુ હતું કે વર્ષ ર૦૧૬માં ખરીફ કપાસનાં પિ્રમીયમ અંગે કૃષિ પાક વીમા, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાં અંતર્ગત સરકારે કઈ કંપનીને આ કામ સોંપ્યુ હતું. એ કંપનીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કે ખેડૂતે કુલ કેટલું પિ્રમીયમ ચુકવવાનું થતું હતુ. તે પૈકી કેન્દ્રનો હિસ્સો કેટલો, રાજ્ય સરકારનો કેટલો હિસ્સો હતો અને ખેડૂતોનો હિસ્સો કેટલો હતો.
કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એચ.ડી.એફ.સી. અર્ગો કંપનીને આ કામ સોંપવામાં આવ્યુ હતું. રાજ્યનાં જીલલાઓનાં ત્રણ કલસ્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં (૧) એચ.ડી.એફ.સી. અર્ગો કંપની, એચ.ડી.એફ.સી. અર્ગો જનરલ ઈન્સ્યોરન્સ કંપની, અને એ.આઈ.સી. કંપનીઓને ત્રણ કલસ્ટરમાં અલગ અલગ કામગીરી સુપરત કરવામાં આવી છે.
શ્રી ધાનાણીએ ટેન્ડરનો મુદ્દો ઉપસ્થિત કરતા જણાવ્યું હતું કે, સબંધિત કંપનીએ કપાસનાં પાક વિમા પેટે ટેન્ડરમાં જે ભાવ કોર્ટ કર્યા હતા તે પ્રતિ ૧૦૦ રૂપિયે કેટલા રૂપિયા કંપની પિ્રમીયમ વસુલ કરવાની હતી. તે પૈકી ખેડૂતનો હિસ્સો બે ટકા છે તે જાણીએ છીએ. પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકારે કેટલા ટકા ચુકવ્યા ? વિરોધપક્ષના નેતાની ખૂબજ મથામણ બાદ મંત્રીશ્રીએ પિ્રમીયમ રર૪.૩૦ છે તેટલું ટુંકમાં જ પતાવ્યું જેથી આ આંક શંકાસ્પદ અને પ્રશ્નાર્થ બની રહયો.
શ્રી ધાનાણીએ આક્ષેપ કરતા જણાવ્યું કે, પાક વીમા યોજનાનું ખાનગીકરણ સરકારે કરી નાખ્યું. ખેડૂતની સબસીડીના નામે ખાનગી કંપનીઓ સરકારની તિજોરીમાંથી પ્રજાની પરસેવાની કમાણી લુંટી રહી છે.