ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે ખાતું ખોલાવ્યું, બીજી મેચમાં શાનદાર જીત
ટોક્યો પેરાલિમ્પિક્સ -2020 (Tokyo Paralympics-2020)માં ગુરુવારે ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલે વર્ગ -4 ગ્રુપ-એનો બીજો મેચ જીત્યો હતો. તેની સામે બ્રિટનની મેગન શેકલટન હતી. જોરદાર રમત દર્શાવતા ભારતીય ખેલાડી (Indian Player)એ બ્રિટિશ ખેલાડી (British Player)ને માત્ર એક સેટ ગેમ જીતવા આપી હતી અને બાકીની ત્રણ ગેમ પોતાના નામે કરી હતી.
ભારતીય ખેલાડીએ આ મેચ 3-1 થી જીતી હતી. ભારતીય ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરતા બ્રિટેનની ખેલાડીને એક સેટ જ જીતવા દીધો હતો. બાકીના ત્રણ સેટ પોતાના નામે કરી જીત મેળવી હતી. ભાવિનાએ તેના વિરોધીને કોઈ તક આપી ન હતી અને બાકીની બે મેચ જીતી હતી.
ભાવિનાએ પ્રથમ ગેમ 11-7 થી જીતી હતી. મેગને બીજી ગેમમાં પુનરાગમન કરીને 11-9થી જીત મેળવીને 1-1ની બરાબરી કરી હતી. આ પછી ભાવિનાએ મેગનને વધુ તક ન આપી. ત્રીજી ગેમમાં ઘણી ટક્કર રહી હતી, પરંતુ ભારતીય ખેલાડીએ હાર ન માની અને ગેમ 17-15થી જીતવામાં સફળ રહી. ચોથી ગેમ પણ આવી જ હતી. અહીં પણ કઠિન સ્પર્ધા હતી. ભારતીય ખેલાડીએ છેલ્લે 13-11થી રમત જીતી અને મેચ પણ પોતાના નામે કરી લીધી.
પ્રથમ મેચમાં પરાજય થયો હતો
જોકે, ભાવિનાએ પેરાલિમ્પિક્સ (Paralympics)ની સારી શરૂઆત કરી ન હતી. તેને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચમાં તે ચીનની ઝોઉ યિંગ સામે હતી, જે વિશ્વની નંબર -2 ખેલાડી છે. જોકે ભાવિનાને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભાવિના આ મેચમાં એક પણ ગેમ જીતી શકી ન હતી અને ઝાઉએ મેચ 3-0થી જીતી લીધી હતી. ચાઇનીઝ ખેલાડીએ પહેલી ગેમ 11-3, બીજી ગેમ 11-9 અને ત્રીજી ગેમ 11-2થી જીતી હતી.
આજે અન્ય ભારતીય ખેલાડી પણ ટેબલ ટેનિસ (Table Tennis)માં ભાગ લેશે. સોનલ પટેલ આજે સાંજે વર્ગ 3 ના ગ્રુપ ડીમાં પ્રવેશ કરશે. સોનલને પણ પ્રથમ મેચમાં હેલનો સામનો કરવો પડ્યો હતો. ચીનના લી કુઆને તેને કઠિન મેચમાં 3-2થી હરાવી હતી. ચીની ખેલાડીએ આ મેચ 11-9, 3-11, 17-15, 7-11, 4-11થી જીતી હતી.
પેરાલિમ્પિક ઇતિહાસમાં ભારતના સૌથી વધુ 54 ખેલાડીઓ ટોક્યો ગેમ્સમાં ભાગ લેશે અને દેશને આ વખતે સૌથી વધુ મેડલ જીતવાની અપેક્ષા છે.