ગુજરાત સરકારના નવા મુખ્યસચિવ બન્યા પંકજ કુમાર
રાજયના નવા મુખ્ય સચિવ પદે પંકજકુમારની વરણી થઇ છે. પંકજકુમાર 1986 બેચના IAS અધિકારી છે. તેઓ એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે હાલ રાજ્ય સરકારમાં ફરજ બજાવે છે. નોંધનીય છેકે અનિલ મુકિમનો કાર્યકાળ સમાપ્ત થતા નવા મુખ્ય સચિવ પદે પંકજકુમારની વરણી કરવામાં આવી છે. રાજયના મુખ્ય સચિવ પદે અનિલ મુકિમના અનુગામી તરીકે પંકજકુમાર અને ડૉ.રાજીવકુમાર ગુુપ્તાનું નામ પહેલેથી જ ચર્ચામાં હતું.
મુખ્ય સચિવ પદે નિયુક્ત થયેલા પંકજ કુમારનો કાર્યકાળ માત્ર 9 માસ માટે હશે. પરંતુ આગામી ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે પંકજ કુમારને વિધાનસભાની ચૂંટણી પૂરી ના થાય અને નવી સરકાર સત્તામાં ન આવે ત્યાં સુધી એક્સ્ટેન્શન આપવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
નોંધનીય છેકે 31 ઓગસ્ટના રોજ અનિલ મુકિમ નિવૃત થઇ રહ્યા છે. અને, અનિલ મુકિમના અનુગામી તરીકે પંકજ કુમારની નિમણૂંક થઇ છે. પંકજકુમાર મૂળ બિહાર રાજયના વતની છે અને તેઓ 1986 બેચના અધિકારી છે.
આ પહેલા IAS અનિલ મુકીમને રાજ્યના મુખ્ય સચિવ તરીકે 6-6 મહિનાનું એક્સટેન્શન અપાયું હતું. જેનો 31મી ઓગસ્ટે કાર્યકાળ પૂરો થવા જઇ રહ્યો છે. જેથી અનિલ મુકિમે છેલ્લી કેબિનેટ બેઠકમાં ભાગ લઈને સૌ-કોઈનો આભાર માન્યો હતો. અનિલ મુકિમ બાદ મુખ્ય સચિવ તરીકે પંકજ કુમાર તથા રાજીવ ગુપ્તા રેસમાં આગળ હતા. જેમાંથી પંકજ કુમારની નવા મુખ્ય સચિવ તરીકે પસંદગી કરવામાં આવી છે. પંકજ કુમાર 31મી ઓગસ્ટે નવા મુખ્ય સચિવ તરીકે કાર્યભાર સંભાળી લેશે.