હવેથી RTPCR રિપોર્ટ વગર આ રાજ્યમાં લોકોને પ્રવેશ નહીં મળે
દેશમાં આ વખતે કોરોનાની બીજી લહેર ઘાતકી જોવા મળી હતી. જેમાં લાખો લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારે હવે અમુક દેશોમાં કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધતું જોવા મળી રહ્યું છે. દેશમાં કોરોનાના નવા કેસોમાં ઉછાળો આવતા જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત એક દિવસમાં 47,092 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે 509 લોકો કોવિડમાં મૃત્યુ પામ્યા છે. તે અંતર્ગત પંજાબ સરકારે પંજાબ સરકારે કોવિડ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.
આ માર્ગદર્શિકા રાજ્યમાં 15 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. બહારના રાજ્યોમાંથી પંજાબ આવતા લોકો, પછી ભલે તેઓ રસ્તા મારફતે આવતા હોય અથવા હવાઈ માર્ગે પંજાબ આવતા હોય, તેમણે 72 કલાકની અંદર આરટી-પીસીઆરનો નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે અથવા તેમની પાસે બંને રસી હોવી જોઈએ. તે મહત્વની માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે.
CM કેપ્ટન અમરિંદર સિંહે કોરોનાની નવી માર્ગદર્શિકા જાહેર કરતા કહ્યું કે હવે રાજ્યમાં કોરોનાના નેગેટિવ રિપોર્ટ વગર પ્રવેશ નહીં થાય. આ સાથે, પંજાબમાં પણ મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે . ઇન્ડોર 150 લોકો અને આઉટડોર 300 લોકો ભેગા થઈ શકે છે. જીમ, સિનેમાઘરો અને રેસ્ટોરાં 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રહેશે.