મહેસાણાની દીકરી તસ્નીમ ની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી કરાઈ
મહેસાણીની દીકરી તસ્નીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે. જેની લઈને પરિવાજનોમાં ખુશી લહેર છવાઈ ગઈ છે, ગુજરાતમાંથી સૌ પ્રથમવાર બેડમિન્ટન ખેલાડી તરીકે ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી પામવા બદલ પરિવારજનોએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે.
હવે દેશમાં વાગશે ગુજરાતનો ડંકો
મહેસાણા પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલની પુત્રી તસ્નીમ મીરે દુબઇ ખાતે યોજાયેલી અંડર 19 સીંગલ અને ડબલ્સ બેડમિન્ટન ઇન્ટરનેશનલ ચેલેન્જ સિરીઝની સ્પર્ધામાં ચેમ્પિયન બની 2 ગોલ્ડ મેડલ મેળવતાં મહેસાણા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. જે બાદ હવે તસ્નીમ મીરની ભારતીય રાષ્ટ્રીય બેડમિન્ટન ખેલાડી તરીકે પસંદગી થઈ છે.
ગુજરાતી બેડમિન્ટન ખેલાડીની ભારતીય ટીમમાં પસંદગી
એટલું જ નહીં તેની હવે બેડમિન્ટન ખેલાડી તભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે. જો વાત કરવામાં આવે તો તસ્નીમ મીર ગયા વર્ષે મહારાષ્ટ્રના નાગપુરમાં યોજાયેલ બેડમિન્ટનની રમતમાં સબ જુનિયર રેકીંગ નેશનલ ટુર્નામેન્ટમાં અન્ડર 15માં ડબલ અને સીંગલમાં વિજેતા બની નેશનલ ચેમ્પિયન બની હતી.
તસ્નીમ મીરની બેડમિન્ટમમાં અનેક સિદ્ધિઓ
જ્યારે દુબઇ ખાતે યોજાયેલી અંડર 19 બેડમિન્ટન ઇન્ટરનેશનલ ચેલેન્જ સીરીઝમાં 10 ભારતીય ખેલાડીઓ સાથે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં તસ્નીમ મીરે અંડર 19માં સીંગલ અને મિક્સ ડબલ્સમાં 2 ગોલ્ડ મેડલ મેળવી વિજેતા બની છે મિકસ ડબ્લસની સ્પર્ધામાં આસામના હયાન રસીદે તસ્નીમનો સાથ આપ્યો હતો.
ડેનમાર્કમાં થોમસ એન્ડ ઉબેર કપમાં રમશે તસ્નીમ
મહત્વનું છે કે તસ્નીમ મીરે ઓગસ્ટ મહિનામાં બલ્ગેરિયાના પેઝારઝિકમાં યોજાયેલી અન્ડર-19 જુનિયર ઓપન ઇન્ટરનેશનલ ચેમ્પિયનશનિપમાં ચેમ્પિયન બની હતી, અગાઉ પણ અગાઉ તસનીમ મીરે દુબઈમાં બે ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું અને દેશનું નામ રોશન કર્યું હતું. તસનીમ મીરે નેશનલ લેવલે 22 વખત ચેમ્પિયન બની છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે 5 ટાઈટલ મેળવ્યા છે. ભારતીય ટીમમાં પસંદગી પામતા હવે તસ્નીમ મીર સાઈના નહેવાલ સાથે ભારતીય ટીમમાંથી રમશે, તસ્નીમ મીર આગામી સમયામાં ડેનમાર્કમાં થોમસ એન્ડ ઉબેર કપમાં પણ રમશે.