ગાંધીનગરગુજરાત

આગામી 12 ડિસેમ્બરે યોજાનાર GPSCની પરીક્ષાની તારીખ બદલાઈ, જાણો નવી તારીખ

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તાજેતરમાં જ આગામી ભરતી અને પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી, જે અંતર્ગત આગામી 12 ડિસેમ્બરે GPSCની એક પરીક્ષા યોજાવાની હતી, જો કે હવે આ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગઈકાલે આગામી ભરતી ટ્વીટ GPSC ના હેન્ડલ પરથી કરવામાં આવી હતી. જેને દિનેશ દાશાએ રિટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, ‘તા.12/12/2021 લગ્ન માટેનું સારું મુહૂર્ત છે, ગઈ સાલ કોવિડના કારણે ઘણા લોકોના લગ્ન બંધ રહેલ અને આ વર્ષે ઘણા ઉમેદવારો કે તેમના રિલેટિવમાં આ દિવસે પણ લગ્ન હશે, તો એક રવિવાર પરીક્ષા પાછળ લેવામાં આવે તેવી વિનંતી’.

બાદમાં દિનેશ દાસાએ એમ પણ લખ્યું હતું કે, ‘આમ છતા નજીકની બીજી તારીખ ( પરીક્ષા માટે, લગ્ન માટે નહીં ) જોવડાવવાનો વિકલ્પ ખુલ્લો છે.’ બાદમાં આ ટ્વીટના સ્ક્રીનશોટ્સ ખુબ વાયરલ થયા હતા.

જો કે હવે આખરે આ પરીક્ષાની તારીખ બદલવામાં આવી છે. હવે 12-12-2021 ના બદલે આ પરીક્ષા 19-12-2021 ના રોજ લેવામાં આવશે. આ અંગેની જાહેરાત કરતા દિનેશ દાસાએ ટ્વીટ કરતા લખ્યું કે,

“અગત્યની જાહેરાત :
….અને જો કોઈએ ૧૨/૧૨ ના રોજ લગ્ન માટેનું મુહૂર્ત જોવડાવી લીધું હોય, વાડી-બેન્ડ વાજા બુક કરાવી રાખ્યા હોય તો ચિંતા કર્યા વગર પ્રસંગ હેમખેમ ઉજવવો. GPSC આવા ઉમેદવારોના પોંખણા ૧૯ તારીખે કરશે એટલે કે હવે આ પરીક્ષા ૧૯/૧૨/૨૧ ના રોજ યોજવામાં આવશે. સૌને શુભેચ્છાઓ..!!”
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) નાયબ કલેક્ટર/નાયબ જિલ્લા વિકાસ અધિકારીની કુલ 15, નાયબ પોલીસ અધિક્ષકની (Dy.S.P.) કુલ 08, જિલ્લા/નાયબ રજીસ્ટ્રારની કુલ 01, સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કુલ 48, નાયબ નિયામક (અનુ. જાતિ કલ્યાણ) ની કુલ 01, એમ સંયુક્ત રીતે વર્ગ-1 ની કુલ 73 જગ્યાઓ તથા મામલતદારની કુલ 12, તાલુકા વિકાસ અધિકારીની 10, મદદનીશ જિલ્લા રજીસ્ટ્રારની 10, સમાજ કલ્યાણ અધિકારી (અનુ. જાતિ કલ્યાણ)ની 01, સરકારી શ્રમ અધિકારીની 02, રાજ્યવેરા અધિકારીની 75 એમ સંયુક્ત રીતે વર્ગ-2 ની કુલ 110 જગ્યાઓ એમ કલાસ 1 & 2 ની સંકલિત કુલ 183 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x