રાષ્ટ્રીય

વર્ષ ૨૦૨૩માં મળશે દુનિયાનો સૌથી મોટો દિલ્હીથી મુંબઈ એક્સપ્રેસ-વે, એક્સિડન્ટ થવા પર હેલિકોપ્ટર એમ્બ્યુલન્સની સુવિધા, જાણો

માર્ચ 2023 સુધી દેશને પોતાનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે મળી શકે છે. દિલ્હીથી મુંબઈ સુધી બની રહેલો આ એક્સપ્રેસ-વે ભારતની સાથે-સાથે દુનિયાનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે. 16 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના જાવરામાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ એક્સપ્રેસ-વેનો સ્પીડ ટેસ્ટ કર્યો હતો. તેમણે એક્સપ્રેસ-વે પર 170 કિલોમીટર/કલાકની ઝડપથી પોતાની કાર દોડાવી હતી.

6 રાજ્યોમાંથી પસાર થઈ રહેલા આ એક્સપ્રેસ-વેને 4 સેક્શનમાં વહેંચવામાં આવ્યો છે. હાલ તમામ સેક્શન પર ઝડપી ગતિથી કામ ચાલી રહ્યું છે. આશા છે કે 1380 કિલોમીટર લાંબા આ એક્સપ્રેસ-વેનું કામ માર્ચ 2023 સુધીમાં પૂરું થઈ શકે છે.

ગ્રાફિક્સમાં સમજો એક્સપ્રેસ-વેની ખાસિયત, તમને મળનારી સુવિધાઓ, કયા રાજ્યોમાંથી એક્સપ્રેસ-વે પસાર થશે અને કઈ રીતે તેને બનાવવામાં પર્યાવરણનો પણ સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવ્યો છે…

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x