યુવાધનને બરબાદ કરતું ષડયંત્ર, ડ્રગ્સ સેન્ટર બન્યું ગુજરાત…
ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું 3 હજાર કિલો ડ્રગ્સ પકડાતા ચકચાર મચી ગયો હતો. ત્યારે રાજ્યના બનાસકાંઠા જિલ્લામાંથી ડ્રગ્સ પકડાવવાનો કિસ્સા સામે આવ્યો છે. પાલનપુર માંથી પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના યુવાધનને બરબાદ કરવાના ષડયંત્રો વારંવાર સામે આવી રહ્યાં છે. પહેલાં સુરત ને હવે પાલનપુરમાંથી 260 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. મેકડ્રોન ડ્રગ્સ સાથે SOG ની ટીમે 2 આરોપીની ધરપકડ કરીને તેઓની પાસેથી 26 લાખની કિંમતના ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ શખ્સો સામે એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
અમદાવાદથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા બે શખ્સો પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ હોવાની બાતમીના આધારે બનાસકાંઠા ની પાલનપુર SOG પોલીસે શહેરના એરોમા સર્કલ પાસેથી એમ-ડી ડ્રગ્સ સાથે પકડ્યા
ઉલ્લેખનીય છે કે, પાલનપુર SOG પોલીસે રાજસ્થાનના બે આરોપીની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ આ ડ્રગ્સ કોને આપવાના હતા અને કટેલા સમયથી તેઓ આ ડ્રગ્સના નેટવર્કમાં સંડોવાયેલા છે તે અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.