આ ખેડૂતોનો દેશ છે, ભાજપનો નહીં, મૃતકોના પરિવારજનોને મળવા જતાં પ્રિયંકા ગાંધીની પોલીસે કરી અટકાયત
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પાર્ટીના નેતા દીપેન્દ્ર હુડ્ડાની સાથે રવિવારે અડધી રાત બાદ લખીમપુર ખીરી રવાના થઈ. જો કે સોમવારે સવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલની ફ્લાઈટને લખનૌમાં લેન્ડ કરવાની પરવાનગી નથી આપવામાં આવી. બઘેલ પણ લખીમપુર આવી રહ્યા હતા.
ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદની ખૈરાબાદ ટોલ પ્લાઝા પર ધરપકડ
ખેડૂત હિંસા બાદ ખેડૂતોને મળવા આવી રહેલા ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદની પોલીસે ખૈરાબાદ ટોલ પ્લાઝા પર નાકાબંધી કરીને ધરપકડ કરી લીધી છે. આ દરમિયાન ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદની પોલીસ સાથે બોલચાલ થઈ. પરંતુ પોલીસે દળ પ્રયોગ કરી ચંદ્રશેખર આઝાદની ધરપકડ કરી પોલીસ લાઈન લઈ ગઈ હતી.લખીમપુરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. લખનૌની આસપાસની બોર્ડરને પણ લખીમપુર તરફ જનારા તમામ રસ્તાઓને સીલ કરી દેવામાં આવ્યા છે. સસ્તા પરની ઘટનાથી ગુસ્સો ભડકતા લખીમપુર ખીરીમાં બબાલ શરુ થઈ હતી. લખનૌમાં બસપાના નેતા સતીશ ચંદ્ર મિશ્રાના આવાસ પર પણ પોલીસ દળ તૈનાત છે. ત્યારે તેઓ આજે લખીમપુર જઈ શકે છે.
ખેડૂતોના અવાજને દબવવાની ક્રુર રીત- શદર પવાર
એનસીપી પ્રમુખ શદર પવારે યુપીના લખીમપુર ખીરીમાં ખેડૂતોએ પ્રદર્શન દરમિયાન હિંસા ભડકવા અને તેમાંથી 8 લોકોના માર્યા જવાની ઘટનાને રવિવારે નિંદા કરી અને કહ્યું કે ખેડૂતોના અવાજને દબવવાની ક્રુર રીત છે. રાંકપાના પ્રવક્તા તથા મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે ટ્વીટ કર્યુ. ભારતીય જનતા પાર્ટીના મંત્રી, તેમના દીકરા અને સમર્થકોની આ બર્બર હરકત બહું નિંદનીય છે અને અમે માંગ કરીએ છીએ કે આ ગુનાને અંઝામ આપવામ માટે આઈપીસીની કલમ 320 હેઠળ મામલો નોંધવામાં આવે. સૂત્રોનો દાવો છે કે આપના સાંસદ સંજય સિંહને પણ લખીમપુર જઈ રહ્યા હતા. તેમની લહરપુરમાં ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ સીએમ અખિલેશ યાદવના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. જેઓ આજે લખીમપુર જવાના હતા.
ખેડૂતોના ગ્રુપ દરેક જિલ્લામાં જિલ્લા પ્રશાસનના કાર્યાલયોની બહાર પ્રદર્શન કરશે
બીકેયુએ લખીમપુર ખીરીમાં થયેલી હિંસાને પર ચર્ચા માટે રવિવારે તાત્કાલીક એક પંચાયત બોલાવી અને સોમવારે દેશભરમાં દરેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય કર્યો. બીકેયુના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે ફોન પર પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે આ નિર્ણય બીકેયુના રાષ્ટ્રીય અધ્યક્ષ ટિકૈતની અધ્યક્ષતામાં સિસૌલી ગામમાં થયેલી પંચાયલમાં લેવામાં આવ્યો. મલિકે કહ્યું તેમણે નક્કી કર્યું છે કે ખેડૂતોના ગ્રુપ દરેક જિલ્લામાં જિલ્લા પ્રશાસનના કાર્યાલયોની બહાર પ્રદર્શન કરશે.