જે દુબઇમાં ‘દંગલ’, ધોની અને ઋષભ પંત એટલે કે ચેન્નાઇ vs દિલ્હીનો નંબર-1 માટે જંગ
આજની મેચ IPL 2021 માં નંબર વન બનવાની છે. આજે ટોપની લડાઇ છે. પોઈન્ટ ટેલીમાં બાદશાહતની લડાઇ છે. આજે દુબઈમાં દબંગાઈની લડાઈ છે, જેમાં ધોની (MS Dhoni) અને ઋષભ પંત (Rishabh Pant) સામ-સામે હશે. બંને ટીમોએ પ્લેઓફમાં તેમના સ્થાન પાક્કા કરી લીધા છે. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) યલો જર્સી વાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે હશે. હાલમાં બંને ટીમો ટુર્નામેન્ટમાં ટોપ 2 માં છે. 12 મેચ બાદ બંને ટીમોના 18-18 પોઇન્ટ છે.
રન રેટના આધારે ધોનીની સુપર કિંગ્સ પ્રથમ ક્રમે છે. જ્યારે ઋષભ પંતની દિલ્હી બીજા નંબરે છે. આવી સ્થિતિમાં, હવે દુબઈનું દંગલ નક્કી કરશે કે આ બેમાંથી નંબર વન કોણ છે. ધોનીની સુપર કિંગ્સ કે પંતની દિલ્હી ગ્રુપ સ્ટેજ નુ ટોપ ફીનીશ કોણ કરશે?
Ads by Adgebra
દિલ્હી કેપિટલ્સ માટે આજની મેચ માત્ર ટોચ પર પહોંચવાની લડાઈ જ નથી. પરંતુ તેમને આ મેચ દ્વારા આઈપીએલમાં તેમની 100 મી જીતની સ્ક્રિપ્ટ લખવાની તક પણ મળશે. જો દિલ્હીની ટીમ આજની મેચ જીતી જાય તો આઈપીએલની પિચ પર આ તેમની 100 મી જીત હશે. જો તમે સીએસકે સામેના તેના તાજેતરના આંકડાઓ પર નજર નાખો, તો આ જીત તેના માટે પણ નક્કી જણાય છે.
ચેન્નઈ અને દિલ્હી સામસામે
IPL 2021 માં આજે બીજી વખત દિલ્હી અને ચેન્નાઈ સામ-સામે થશે. અગાઉની અથડામણમાં દિલ્હી કેપિટલ્સને વિજય મળ્યો હતો. તે જ સમયે, દુબઈની પીચ પર આ બંને ટીમોનો આ બીજો મુકાબલો પણ હશે. અહીં પ્રથમ સ્પર્ધામાં પણ હોડ દિલ્હી કેપિટલ્સના નામે હતી. છેલ્લી 5 મેચમાં પણ જીત 3-2 થી પંતની દિલ્હીના નામે હતી. જોકે, આઈપીએલની પીચ પર એકંદરે ટક્કરમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ભારે દેખાય છે. અત્યાર સુધીમાં 24 મેચમાંથી 15 વખત CSK , જ્યારે 9 વખત DC જીતી છે.
તાકાતમાં કોઈ ઓછું નથી
જ્યાં સુધી બંને ટીમોની તાકાતનો સવાલ છે, તે કાગળ પર દેખાય છે, તેવી મેદાન પર પણ છે. બંને ટીમો પાસે સારી બેટિંગ અને બોલિંગ છે. આવી સ્થિતીમાં, આજની ટક્કર ખૂબ જ મજબૂત રહેવાની અપેક્ષા છે. CSK એ IPL 2021 માં સૌથી વધુ સિક્સર ફટકારનારી ટીમ છે. તેણે અત્યાર સુધીમાં કુલ 96 સિક્સર ફટકારી છે. જેમાં એકલા ઋતુરાજ ગાયકવાડે 20 સિક્સર ફટકારી છે.
આ દરમ્યાન, ગાયકવાડ IPL 2021 માં ચોગ્ગા ફટકારવામાં પણ મોખરે છે. તેણે અત્યાર સુધીમાં 43 ચોગ્ગા ફટકાર્યા છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે, બંને ટીમોની તાકાત ચોક્કસ પણે સમાન છે. પરંતુ વિસ્ફોટક મનોબળ ધરાવતા CSK ના બેટ્સમેનોની સામે આજે દિલ્હીના બોલરોએ થોડી કસીને બોલિંગ કરવાની જરૂર પડશે. તો જ ટોચ પર પહોંચવા માટેની ટિકિટ મેળવી શકાશે.