રાહુલ ગાંધી આજે પીડિતોને મળવા માટે લખીમપુર જશે
લખીમપુર ખેરીની હિંસા, પ્રિયંકા ગાંધી વાડ્રાની ધરપકડ અને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પીડિતોના પરિવારોને મળવાથી રોકવામાં આવતા રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદ યોજી હતી.
યુપી અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ બે નેતાઓ સાથે લખીમપુર ખેરી જશે. વાસ્તવમાં, રાહુલ ગાંધી કોંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે લખીમપુર ખેરી જઈ રહ્યા હતા. આ માટે તેમણે યુપી સરકાર પાસે પરવાનગી પણ માંગી હતી પરંતુ તેમને પરવાનગી મળી ન હતી.
અગાઉ, કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે લખીમપુર ખેરી હિંસા અને પ્રિયંકા ગાંધી વાડ્રાની ધરપકડને લઈને સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, એક કેન્દ્રીય મંત્રીના પુત્ર કે જેણે ખેડૂતોને કારથી કચડી નાખ્યો હતો તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો નથી. દેશનું બંધારણ ખતરામાં છે. તેમણે એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી સાચા કોંગ્રેસી છે અને ડરવાના નથી અને તેમનો સત્યાગ્રહ ચાલુ રહેશે.
રાહુલ ગાંધીએ લખીમપુરમાં એક વાહન દ્વારા ખેડૂતોને કચડી નાખવાનો એક કથિત વીડિયો શેર કરતા ફેસબુક પોસ્ટમાં કહ્યું હતું કે, જો કોઈ મંત્રીનો પુત્ર સત્યાગ્રહી ખેડૂતોને તેમની કાર નીચે કચડી નાખે તો દેશનું બંધારણ જોખમમાં છે. જો વીડિયો સામે આવ્યા બાદ પણ તેને કસ્ટડીમાં લેવામાં નહીં આવે તો દેશનું બંધારણ ખતરામાં છે. જો કોઈ મહિલા નેતાને FIR વગર 30 કલાક કસ્ટડીમાં રાખવામાં આવે તો દેશનું બંધારણ જોખમમાં છે.
તેમણે દાવો કર્યો હતો કે, ‘જો હત્યા કરાયેલા પીડિતોના પરિવારોને મળવા દેવામાં ન આવે તો દેશનું બંધારણ જોખમમાં છે. જો આ વીડિયોથી કોઈને દુ ન પહોંચે તો માનવતા પણ જોખમમાં છે.