આજે ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, ખેડૂતોના હિત માટે લેવાઈ શકે છે નિર્ણય
આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાવાની છે. જેમા મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ બેઠક યોજાવાની છે. જેમા ખાસ કરીને ખેડૂતોના હિત મુદ્દે વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી શકે છે. તે સિવાય અન્ય ઘણા બધા મુદ્દે ચર્ચા થઈ શકે છે.
અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ભારે નુકશાન આપને જણાવી દઈએ કે આ વર્ષે અતિવૃષ્ટિને કારણે પાકને ગણું નુકશાન થયું છે. જેના કારણે ખેડૂતોને પણ ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી આ નુકસાન સામે સહાય મામલે પણ આજે બેઠકમાં ખાસ ચર્ચા થઈ શકે છે.
નુકસાનનો સર્વે કરવા મુદ્દે થઈ શકે છે ચર્ચા
જેટલો પાક અતિવૃષ્ટિને કારણે નાશ પામ્યો હતો તેના નુકસાનનો સર્વે કરવા મુદ્દે પણ આજની બેઠકમાં ચર્ચા થઈ શકે છે. નુકસાનના સર્વેની ચર્ચા બાદ ખેડૂતોને આર્થિક સહાય આપવા બાબતે પણ નિર્ણય લેવાઈ શકે છે. કારણકે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો મોટા ભાગનો પાક નાશ પામ્યો છે. જેના કારણે ખેડૂતો પણ આશા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા તેમને યોગ્ય સહાય મળશે.
1 થી 5ના વર્ગો ઓફલાઈન શરૂ કરવા ચર્ચા
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ ધોરણ 1 થી 5ના વર્ગો ઓનલાઈન ચાલી રહ્યા છે. કોરોનાની પરિસ્થિતીમાં પણ ધીરે ધીરે સુધારો આવી રહ્યો છે. જેથી આજે 1 થી 5ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરવાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. આપને જણાવી દઈએ કે કોરોના મહામારીને કારણે ધોરણ 1 થી 5 ના વર્ગો છેલ્લા કેટલાય સમયથી ઓનલાઈનજ ચાલી રહ્યા છે.