ડ્રગ્સ કેસમાં આર્યન ખાનનો ફોન ગાંધીનગર ફોરેન્સિક લેબમાં તપાસમાં મોકલાયો, અનેક સુરાગ મળવાની શક્યતા
મુંબઈ આર્યન ખાન સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વધુ 8 લોકોની ધરપકડ કરી છે, જેમાં દિલ્હીની એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ 4 હાઇ પ્રોફાઇલ આયોજકો સામેલ છે.
આ કંપનીને 2-4 ઓક્ટોબર સુધી ક્રૂઝમાં યોજાયેલી પાર્ટી કરવાની જવાબદારી સોંપી હતી. આ ઉપરાંત મંગળવાર (5 ઓક્ટોબર)ના રોજ અન્ય 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી,
જેમાં એક આર્યનનો મિત્ર તથા એક ડ્રગ-પેડલર સામેલ છે.અત્યારસુધી 16 લોકોની ધરપકડ કરી છે. 6 ઓક્ટોબર આર્યનને ક્રૂઝમાંથી ધરપકડ કરાયેલા ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના 4 અન્ય લોકોની સામે પૂછપરછ કરવામાં આવશે.
સૂત્રોના મતે, આર્યનના ફોનમાંથી મહત્ત્વના સુરાગ મળ્યા છે.આર્યનનો ફોન ફોરેન્સિકમાં મોકલ્યોપુરાવા જમા કરાવવા માટે આર્યનના ફોનનું ક્લોનિંગ કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલ્યો છે. અધિકારીઓને વ્હોટ્સએપ ચેટ્સની મદદથી ડ્રગ્સથી લઈ અનેક મહત્ત્વની માહિતી મળી છે
જેમાં આપત્તિજનક તસવીરો છે. ગાંધીનગરમાં દેશની સૌથી મોટી ફોરેન્સિક લેબમાં તપાસ બાદ આ ફોનમાંથી વધુ રહસ્યો ઉજાગર થાય એવી આશા છે. આર્યન 7 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં છે.આર્યન ખાનને અન્ય આરોપીઓની જેમ ભોજન આપ્યુંઆર્યન હાલમાં લોકઅપમાં છે.
તેણે કેટલીક સાયન્સની બુક માગી હતી અને અધિકારીઓએ આપી હતી. આર્યન માટે ઓફિસ પાસે બનેલી નેશનલ હિંદુ રેસ્ટોરાંમાંથી ભોજન લેવામાં આવ્યું છે.મુંબઈના વર્સોવા વિસ્તારમાંથી વધુ એક ડ્રગ-પેડલરની ધરપકડ