PM મોદી આજે ઉત્તરાખંડના પ્રવાસે, દેશને આપશે 35 ઓક્સિજન પ્લાન્ટની ભેટ
PM મોદી આજે ઉત્તરાખંડમાં ઋષિકેશમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે
PM મોદી ગુરુવારે સવારે 11 વાગે ઉત્તરાખંડમાં ઋષિકેશ સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાનમાં આયોજિત થનારા એક કાર્યક્રમમાં 35 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પીએમ કેર હેઠળ સ્થાપિત 35 પ્રેશર સ્વિંગ એડસોર્પ્શન ઓક્સીજન પ્લાન્ટ રાષ્ટ્રમાં સમર્પિત કરશે. જેનાથી દેશના તમામ જિલ્લામાં હવે PSA ઓક્સિજન પ્લાન્ટ ચાલૂ થઈ જશે. આ પ્રસંગ પર પીએમ સભાને સંબોધિત કરશ. આ બાબચ એક ટ્વીટમાં પીએમે ઋષિકેશના પ્રવાસની જાણકારી આપી છે. તેમણે બુધવારે રાતે લખ્યુ કે હું કાલે 7 ઓક્ટોબરે દેવભૂમિ ઉત્તરાખંડમાં રહીશ. વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 35 પીએસએ ઓક્સિજન પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે. મોટા સાર્વજનિક લાભ માટે આ મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સેવા માળખુ છે.પીએમઓએ એક નિવેદનમાં કહ્યું કે…
પીએમ કાર્યાલય અનુસાર અત્યાર સુધી દેશમાં કુલ 1,224 PSA ઓક્સિજન પ્લાન્ટને પીએમ કેર હેઠળ નાણાં ફાળવવામાં આવ્યા છે. જેમાંથી 1 હજારથી વધારે પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યા છે. જે પ્રતિદિન 1750 મેટ્રિક ટનથી વધારે ઓક્સિજન ઉત્પાદન થાય છે. પીએમઓએ એક નિવેદનમાં કહ્યું કે આ કોવિડ 19 મહામારી શરુ થયા બાદ ભારતની ચિકિત્સા ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતાને વધારવા માટે સરકાર દ્વારા ઉઠાવવા આવેલા પોઝિટિવ એક્સનનું પ્રમાણ છે.
7000 થી વધારે લોકોને મળી ટ્રેનિંગ
PMOએ જણાવ્યું કે દેશના પ્રત્યેક જિલ્લામાં એક PSA ઓક્સિજન યુનિટ ચાલૂ કરવાની પરિયોજનાને પહાડી વિસ્તાર, દ્રીપો અને દુર્ગર્મ ભૂ ભાગોના જટિલ પડકારોને પહોંચી વળવાના હેતુથી સ્થાપિત કર્યા હતા.
7 હજારથી વધારે કર્મીઓને તાલિમ આપી
7 હજારથી વધારે કર્મીઓને તાલિમ આપીને આ યુનિટના સંચાલન અને મેન્ટેનન્સ સુનિશ્ચિત કરવામાં આવી છે. તે એક વેબ પોર્ટલના માધ્યમથી કામકાજના ઓબ્જર્વેશન માટે એક એમ્બેડેડ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ડિવાઈસની સાથે લેસ છે. આ પ્રસંગ પર ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમીત સિંહ અને સીએમ પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર રહેશે.