ગાંધીનગરમાં પાર્ટી પ્લોટની જગ્યાએ સોસાયટીઓમાં શેરી ગરબાનું ઠેર ઠેર આયોજન
કોરોનાના ગ્રહણના વચ્ચે આજથી પાટનગર ગાંધીનગરમાં નવરાત્રિનો રંગેચંગે પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે 21 મી સદીની હરણભાળમાં પાર્ટી પ્લોટનાં સ્થાને આ વર્ષે શહેરની સોસાયટીમાં આયોજન કરવામાં આવેલા પરંપરાગત ભાતીગળ શેરી ગરબા એ પુનઃ આગવું આકર્ષણ જમાવ્યું છે.
નોંધનીય છે કે ગાંધીનગરમાં વર્ષો અગાઉ સેકટર – 17, સેકટર – 20, અને સેકટર – 24 સહિતના વિસ્તારોમાં ભવ્ય રીતે શેરી ગરબા મહોત્સવ યોજવામાં આવતો હતો. ત્યારે જેમ જેમ ગાંધીનગરનો વિકાસ થતો ગયો તેમ તેમ પાર્ટી પ્લોટમાં ગરબા મહોત્સવ નું આયોજન થવા માંડ્યું હતું. જેનાં કારણે ધીમે ધીમે શેરી ગરબાની પરંપરાગત ગરબા નામશેષ બની ગયા હતા.
આજે પણ એક વર્ગ એવો છે જે પાર્ટી પ્લોટમાં મોંઘીદાટ ટિકિટ ખર્ચીને શેરી ગરબામાં ગરબા ગાવાનું પસંદ કરે છે. જો કે પાર્ટી પ્લોટના ઝાકમજોળ વચ્ચે શેરી ગરબા લુપ્ત થઈ ગયા હતા. ત્યારે કોરોના મહામારી ના કારણે આ વર્ષે જુની પરંપરા મુજબ ઠેર ઠેર શેરી ગરબા યોજાઈ રહ્યા છે. ગાંધીનગરના પેથાપુર સ્વપ્ન વિલા-3 બંગ્લોઝ તેમજ રાયસણના શ્રી રંગ એન્ટાયર બંગલો, ઉપરાંત લાયસન્સ દ્વારા સેકટર – 2 માં પણ શેરી ગરબાનું આયોજન કરાયું છે.
પેથાપુર સ્વપ્ન વીલા – 3
આદ્યશક્તિ મા જગદંબા – ભવાનીના નવલાં નોરતાંનો આજથી આરંભ થયો છે . આસ્થાનું અનેરું પર્વ એટલે નવરાત્રિ જગતજનની મા અંબાની ભક્તિનું પર્વ આજે શરૂ થયું છે , ત્યારે ગાંધીનગરમાં શ્રદ્ધાળુઓમાં ભાવ અને ભક્તિ રસનો અનોખો માહોલ સર્જાયો છે.
ત્યારે પ્રથમ નોરતે મહોલ્લા અને સોસાયટીઓમાં માતાજીની આરતી કરી ગરબાની શરૂઆત કરી હતી.જેમ જેમ નવલા નોરતાના દિવસો આગળ વધશે એમ નવલા નોરતાનો રંગ જામશે.