PM Modi આજે કરશે લોન્ચ ‘ઇન્ડિયન સ્પેસ એસોસિએશન’, રવિવારે ટ્વિટ કરી આપી હતી માહિતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11/10/2021 સોમવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઇન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA) નું લોન્ચિંગ કરશે. આ પ્રસંગે તે અવકાશ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, ભારતીય અવકાશ સંગઠન અવકાશ અને ઉપગ્રહ કંપનીઓની અગ્રણી ઉદ્યોગ સંસ્થા છે, જે ભારતીય અંતરિક્ષ ઉદ્યોગનો સામૂહિક અવાજ બનવાની આકાંક્ષા રાખે છે.
પીએમ મોદી(PM Narendra Modi)એ રવિવારે ટ્વિટર પર લખ્યું હતું કે, “આવતીકાલે (11 ઓક્ટોબરે) સવારે 11 વાગ્યે હું ઇન્ડિયન સ્પેસ એસોસિએશન લોન્ચ કરવાના કાર્યક્રમમાં સામેલ થઈશ. આ ક્ષેત્રના મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરવાની તક મળતા મને આનંદ થયો છે. અવકાશ અને ઈનોવેશનની દુનિયામાં રસ ધરાવતા લોકોએ આવતીકાલનો કાર્યક્રમ અવશ્ય જોવો જોઈએ.”