દિલ્લીમાંથી પાકિસ્તાની આતંકવાદી ઝડપાયો, AK-47 રાઇફલ સહિત વિસ્ફોટકો કબજે કરાયા
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે (Delhi Police Special Cell) લક્ષ્મી નગરના રમેશ પાર્કમાંથી (Ramesh Park) એક આતંકવાદીની ધરપકડ કરી છે, જે પાકિસ્તાનનો નાગરિક છે. તે નકલી આઈડી લઈને રહેતો હતો. તેની પાસેથી એકે -47 રાઇફલ સહિત અનેક હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે.
પકડાયેલા વ્યક્તિની ઓળખ મોહમ્મદ અસરાફ (Mohammad Asraf) તરીકે થઈ છે. જેના પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, વિસ્ફોટકો અધિનિયમ, આર્મ્સ એક્ટ અને અન્ય જોગવાઈઓની સંબંધિત જોગવાઈ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
NIA એ દિલ્હી-એનસીઆર, યુપી, જમ્મુ અને કાશ્મીર સહિત 18 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા છે. આ સાથે એક મોટા આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ થયો છે. તાજેતરમાં 10 ઓક્ટોબરના રોજ લશ્કર, જૈશ, હિઝબુલ, અલ-બદર અને અન્ય આતંકી મોડ્યુલ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. તેમાં લખવામાં આવ્યું છે કે આ તમામ આતંકી મોડ્યુલો મળીને ઘાટીમાં ષડયંત્ર રચી રહ્યા છે.
તહેવારો પર આતંકી હુમલાનો પ્લાન હોય શકે છે.
એક ગુપ્તચર અહેવાલ અનુસાર, પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI એક મોટું કાવતરું ઘડી રહી છે. ગુપ્તચર અહેવાલો અનુસાર, ISI ના નિશાન પર દેશના ઘણા મોટા શહેરો અને ગીચ બજારો છે, જ્યાં તહેવારોની સીઝનમાં IED બ્લાસ્ટનું કાવતરું ઘડી શકાય છે. રિપોર્ટમાં, પ્લાસ્ટિકના લંચ બોક્સ દ્વારા બ્લાસ્ટનું કાવતરું ઘડી શકાય છે. ISI ના ઈશારે આતંકવાદી સંગઠનો કાસ નાલા, કાંચી ગેંગ અને દાણચોરી ગેંગ દ્વારા ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ, ગુપ્તચર અહેવાલો બાદ દેશની સરહદ પર સુરક્ષા કડક કરવામાં આવી છે.