ગુજરાત

અમદાવાદના શિવરંજની BRTS કોરિડોરમાં મોડી રાતે કારનો ભયંકર અકસ્માત થયો

ગુજરાતના અમદાવાદ શહેરના શિવરંજની BRTS રૂટમાં મોડી રાતે કારને અકસ્માત નડ્યો છે. વાહનચાલકે સંતુલન ગુમાવતા ગાડી પલટી મારી ગઈ હતી. કોરિડોરમાં ગાડી સ્પીડમાં હંકારતા બીઆરટીસએસની રેલિંગ તૂટી ગઈ છે.

નવરાત્રીમાંથી પરત ફરતા સમયે અકસ્માત થયો હોવાની શક્યતા છે. કોરિડોરને વ્યાપક પ્રમાણમાં નુકશાનના પગલે કારચાલક ઓવરસ્પીડમાં હોવાની પુરી શક્યતાઓ છે. આઇ20 કારને નડેલા ગમખ્વાર અકસ્માતમાં જાનહાનિના કોઈ સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x