રાષ્ટ્રીય

સૈન્ય હથિયાર ક્ષેત્રે આત્મનિર્ભર બનશે ભારત, વડાપ્રધાન આજે 7 સંરક્ષણ કંપનીઓ દેશને સમર્પિત કરશે

પીએમ નરેન્દ્ર મોદી આજે વિજયાદશમી નિમિત્તે 7 નવી સંરક્ષણ કંપનીઓ દેશને સમર્પિત કરશે. આ સાથે તેઓ સંરક્ષણ મંત્રાલય દ્વારા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આયોજિત કાર્યક્રમને પણ સંબોધિત કરશે. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેટલાક વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

પીએમ કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડને સરકારની 100 ટકા હિસ્સેદારી ધરાવતી 7 સંરક્ષણ કંપનીઓમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંરક્ષણ સંસાધનોની દ્રષ્ટિએ દેશને આત્મનિર્ભર બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. PMO એ કહ્યું કે આ નિર્ણયથી દેશમાં શસ્ત્રોના ઉત્પાદનની દિશામાં રોકાયેલી કંપનીઓને સ્વાયત્તતા મળશે અને તેમની ક્ષમતામાં વધારો થશે.

કેન્દ્ર સરકારે જે 7 નવી સંરક્ષણ કંપનીઓ બનાવવાની દરખાસ્ત કરી છે તેમાં મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ, આર્મર્ડ વ્હીકલ કોર્પોરેશન લિમિટેડ, એડવાન્સ્ડ વેપન્સ અને ઇક્વિપમેન્ટ ઇન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે. આ સિવાય ટ્રૂપ્સ કમ્ફર્ટ્સ લિમિટેડ, યંત્ર ઇન્ડિયા લિમિટેડ, ઇન્ડિયા ઓપ્ટેલ લિમિટેડ અને ગ્લાઇડર્સ ઇન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, શરૂઆતથી જ ઘણી વખત ભારતમાં જ હથિયારો અને જરૂરી સૈન્ય સંસાધનોના ઉત્પાદન પર ભાર મૂકે છે. સરકાર માને છે કે આનાથી મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન મળશે અને દેશ સંરક્ષણ સંસાધનોની બાબતમાં આત્મનિર્ભર બનશે.

આ પણ વાંચોઃ Tata Group ના આ શેરથી Rakesh Jhunjhunwala એ ઓક્ટોબર મહિનામાં 1700 કરોડ રૂપિયાની કમાણી કરી, શું છે તમારા પોર્ટફોલિયોની સ્થિતિ?

આ પણ વાંચોઃ Dussehra 2021: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્રાસમાં જવાનો સાથે મનાવશે વિજ્યા દશમી, કારગિલ યુદ્ધના નાયકોને આપશે શ્રદ્ધાંજલી

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x