આરોગ્યગુજરાત

ગુજરાતમાં વધુ 2 ઓમિક્રોનના કેસ નોંધાયા, કુલ 3 પોઝિટિવ થયા

ગુજરાતમાં ઓમિક્રોનની દહેશત વધી રહી છે. ઓમિક્રોનના જામનગરમાં વધુ બે પોઝિટિવ કેસો આવ્યા છે. પ્રથમ કેસ પણ જામનગરમાં સામે આવ્યો હતો. પ્રથમ કેસના દર્દીના સગામાંથી 2 વ્યક્તિઓ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. જામનગરમાં પ્રથમ પોઝિટિવ આવનાર દર્દી ઝિમ્બાબ્વેથી ભારત આવ્યા હતાં. તેમના સંપર્કમાં આવતા બંને વ્યક્તિઓ સંક્રમિત થયા છે. પાંચ દિવસ પૂર્વે 2 વ્યક્તિઓના રિપોર્ટ ગાંધીનગર લેબમાં મોકલાયા હતા. 75 વર્ષીય વૃદ્ધના પત્ની અને સાળો હાલ પોઝિટિવ આવ્યા છે.

આ અગાઉ ઓમિક્રોનથી સંક્રમિત થયેલા થયેલા દર્દીને ત્યાં ટ્યુશન જતા સાત વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તમામ 7 વિદ્યાર્થીઓના ઓમિક્રોનના સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. જોકે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીની પત્ની અને સાળો પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x