આંતરરાષ્ટ્રીયઆરોગ્ય

2022ના અંત સુધી કોરોનાથી થતાં મૃત્યુ શૂન્ય થઈ શકે છે

દુનિયાભરમાં 54 લાખ મોતનું કારણ બનેલી કોરોના મહામારી 2022ના અંત સુધીમાં સામાન્ય ફ્લૂમાં પરિવર્તિત થઈ શકે છે. એ સમાપ્ત તો નહીં થાય, પરંતુ એનાથી થતાં મૃત્યુ લગભગ શૂન્ય કરી શકાય એમ છે. ઓમિક્રોન વેરિયન્ટ ઝડપથી ફેલાતો હોવાના અહેવાલો વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સાથે સંકળાયેલા 100થી વધુ વિજ્ઞાનીઓએ કોરોના વાઈરસના ભવિષ્યને લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો છે.

2022માં અનેક નવી દવાઓ કારગત સાબિત થશે
આ રિપોર્ટ પ્રમાણે, કોરોના વાઈરસ રોકવા માટે 2022માં અનેક નવી દવાઓ કારગત સાબિત થશે, જેમ કે શરૂઆતમાં વેક્સિને એની ગંભીરતાની ઘટાડી દીધી. હવે કોરોનાવિરોધી દવાઓ પણ આવું જ કામ આપશે. આગામી ત્રણથી છ મહિનામાં આવી અનેક દવાઓ બજારમાં ઉપલબ્ધ હશે.

વિજ્ઞાનીઓનું માનવું છે કે 2022ના અંત સુધી કોરોના વાઈરસ પણ એ સ્થિતિમાં પહોંચી જશે, જેમ 1918માં સ્પેનિશ ફ્લૂ અને 2009માં સ્વાઈન ફ્લૂ હતો, એટલે કે એ ખતમ તો નહીં થાય, પરંતુ દવાઓની મદદથી આવી બીમારીથી થતાં મોત રોકી શકાયાં હતાં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x