સાહિત્યોદય સંસ્થા દ્વારા ડૉ ગુલાબચંદ પટેલ ને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સન્માન :
સાહિત્યોદય સંસ્થા ના અધ્યક્ષ શ્રી પંકજ પ્રિયમ દ્વારા ઑન લાઈન જન રામાયણ અખંડ (૨૬ કલાક) કાવ્યર્ચન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ માંથી કુલ ૨૦૦ સાહિત્યકારો એ ભાગ લઈ પોતાની જન રામાયણ કાવ્ય પાઠ રજૂ કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમ માં ગાંધીનગર ગુજરાત ના હિન્દી ગુજરાતી કવિ લેખક અને અનુવાદક ડૉ ગુલાબચંદ પટેલ અધ્યક્ષ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધી નગર દ્વારા જન રામાયણ મૌલિક કાવ્ય પાઠ પ્રસ્તુત કર્યો હતો સંસ્થા દ્વારા
ડૉ ગુલાબચંદ પટેલ ને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે. શ્રી પટેલ ને ખંભોળજ સાહિત્ય સંસ્થા આણંદ ના અધ્યક્ષ શ્રી શૈલેષ વાણિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.