રાષ્ટ્રીયવેપાર

અઠવાડિયાના પહેલો દિવસે શેરબજારમાં ભારે તડાકો.. નિફ્ટી પણ આટલી નીચલી સપાટીએ

ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆતમાં કડાકો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 1000 પોઈન્ટ અને નિફ્ટી 290 પોઈન્ટ તૂટ્યો હતો. સવારે 10.39 વાગ્યે સેન્સેક્સ 1063 પોઈન્ટના કડાકા સાથે 55,948.36 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 314 પોઈન્ટના કડાકા સાથે 16,671.05 પર કારોબાર કરી રહ્યો હતો. પહેલા અડધા કલાકમાં બજાર પર નજર કરીએ તો સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટી ગયો છે. સેન્સેક્સ 1076.46 પોઈન્ટ અથવા 1.89 ટકાના ઘટાડા સાથે 55,935.28 પર લાલ નિશાન સાથે ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ NSEનો નિફ્ટી 322.30 પોઈન્ટ અથવા 1.9 ટકાની નબળાઈ સાથે 16,662.90 પર ટ્રેડ કરી રહ્યો છે.

શરૂઆતની 10 મિનિટમાં જ માર્કેટમાં 850 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 861.63 પોઈન્ટ્સ અથવા 1.51 ટકા ઘટીને 56,150.11 પર અને નિફ્ટી 270 પોઈન્ટ્સ અથવા 1.59 ટકાના ઘટાડા સાથે 16,715.20 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીએ આજે ​​એક દિવસની નીચી સપાટી 16,707.45 દર્શાવી છે અને તેમાં વધુ ઘટાડાની શક્યતા છે.

ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ અને એસબીઆઈ 3-3.5 ટકા નીચે ટ્રેડ કરી રહ્યાં છે. માર્કેટમાં ચારેબાજુ વેચવાલી જોવા મળી રહી છે અને JSW સ્ટીલ, BPCLના શેર પણ 3-3 ટકા ઘટ્યા છે. નિફ્ટીમાં માત્ર સિપ્લા અને સન ફાર્મા જ લીલામાં ભાગ્યે જ દેખાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x