ગુજરાત

AAPની 26 મહિલા કાર્યકરોની જામીન અરજી કોર્ટે ફગાવતા આખી રાત જેલમાં વિતાવી

ગુજરાતમાં (Gujarat) ગૌણ સેવા પસંદગી મંડળના ( GSSSB ) પેપર લીક(Paper leak)  મુદ્દે રાજ્યભરમાં વિપક્ષે પ્રદર્શન કર્યું હતું. જેમાં ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું હતું. તો આ મુદ્દે ભાજપના મહિલા કાર્યકર શ્રદ્ધા રાજપૂતે (Shradha Rajput) FIR દાખલ કરાવી છે. જેમાં AAPના 6 નેતા સામે નામજોગ અને 500 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરાઈ છે.

તો ગઈકાલે ઘટના બાદ AAPની 26 મહિલા કાર્યકરોએ કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. તો આપની મહિલાઓ કાર્યકરોને સાબરમતી જેલમાં મોકલવામાં આવી હતી. તો આજે સેશન્સ કોર્ટમાં જામીન માટે અપીલ કરવામાં આવશે. જમીન ન મળતા AAP ની મહિલા કાર્યકરોએ આખી રાત જેલમાં વિતાવવી પડી હતી.

આની સાથે જ અભદ્ર ભાષા બોલીને પોલીસની ગાડીનો કાચ તોડ્યો હતો. પોલીસે તમામ સામે બિનજામીનપાત્ર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મંગળવારે તમામને કોર્ટમાં રજૂ કરાશે. પોલીસે 452, 341, 323, 143 સહિતની કલમો હેઠળ FIR દાખલ કરી છે.

રાજ્યમાં આજે પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું છે. ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમ પર રાજકીય તમાશો જોવા મળ્યો. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા કાર્યકરો સાથે કમલમમાં ધસી જઈને ધરણા પર બેસી ગયા. ધરણા દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ થતાં ત્યાં પોલીસ દોડી આવી હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x