ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ઠંડીની ચમકારો યથાવત રહેવાની આગાહી
ગુજરાતમાં(Gujarat) આગામી ચાર દિવસ સુધી ઠંડીનો (Coldwave) ચમકારો યથાવત રહેવાની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. જેમાં હાલ કચ્છના નલિયામાં(Naliya) લધુત્તમ તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદ (Ahmedabad) શહેરમાં લધુત્તમ તાપમાન 11 ડિગ્રી જેટલું નોંધાયું છે. તેમજ હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યના ઠંડીનું જોર વધશે. તેમજ ચાર દિવસ બાદ લધુત્તમ તાપમાન વધવાની શક્યતા છે. જેના પગલે લોકોને હાડ થીજવતી ઠંડીથી થોડી રાહતનો અનુભવ થશે
સમગ્ર ગુજરાતમાં હવે શિયાળો ધીમે ધીમે પોતાનો અસલી રંગ દેખાડવા લાગ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હજુ ઠંડી યથાવત રહેશે. આ દરમિયાન પવનની ગતિ સામાન્ય રહેશે.નલિયા, કંડલા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગાંધીનગર અને બનાસકાંઠામાં ઠંડીનો ચમકારો અનુભવાશે.