રાષ્ટ્રીય

બે દિવસમાં કરોડોના 11 પ્રોજેક્ટ્સનું થશે ખાતમુહૂર્ત-લોકાર્પણ: જાણો મંત્રી પૂર્ણેશ મોદીના આ કાર્યક્રમ વિશે

માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે તારીખ ૨૩ ડિસેમ્બરે વડોદરા ખાતે ૧૪.૦૯ કરોડના ખર્ચે તૈયાર થનાર દુના જંક્શન અંડરપાસ અને ફ્લાય ઓવર બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે સુરત ખાતે ૨૬.૭૬ કરોડના ખર્ચે ઉભેંળ જંક્શન ફ્લાયઓવર, એપ્રોચ રોડ તેમજ ડ્રેનેજનું વરસાદી ગટરની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

મંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહુર્તના કાર્યક્રમો ૨૪ ડિસેમ્બરે પણ ચાલુ રહેશે. ૨૪ ડિસેમ્બરના રોજ ૧.૬૮ કરોડના ખર્ચે ઓલપાડ-ડભારી રસ્તાનું ખાતમુહૂર્ત, ૩.૧૩ કરોડના ખર્ચે તાલુકામાં વાઝ ખાતે ચાર રસ્તાનું ખાતમુહૂર્ત, સચિન ખાતે રેસ્ટ હાઉસનું લોકાર્પણ, ૧.૭૫ કરોડના ખર્ચે બારડોલી તાલુકાના અલ્લુ ખાતે ચાર રસ્તાનું ખાતમુહૂર્ત જ્યારે ૨ કરોડના ખર્ચે માંડવી ઝાબ પાટિયા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ રીતે બે દિવસમાં કુલ. ૬૨.૫૯ કરોડના ખર્ચે ૧૧ જેટલા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે.

આ પ્રસંગે કાર્યક્રમના વિવિધ સ્થળોએ સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, મંત્રી કનુ દેસાઈ, મંત્રી નરેશ પટેલ, મંત્રી મુકેશ પટેલ, મંત્રી જીતુ ચૌધરી, પૂર્વ મંત્રી ઈશ્વર પરમાર, ધારાસભ્યમાં અનેક ધારાસભ્યો જેમ કે મોહન ઢોડીયા, મધુ શ્રીવાસ્તવ, વી ડી ઝાલાવાડીયા, ઝંખના પટેલ, વિજય પટેલ તેમજ સાંસદ સર્વે ડૉ. કે સી પટેલ, પ્રભુ વસાવા, રંજન ભટ્ટ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x