રાષ્ટ્રીય

પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee) ના જન્મદિવસ પર આજે બધા તેમને યાદ કરી રહ્યા છે. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. તેમના જન્મદિવસને ‘ગુડ ગવર્નન્સ ડે'(Good Governance Day) તરીકે ઉજવવામાં આવે છે.

આ જ કારણ છે કે ભાજપે (BJP)આ ખાસ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. PM નરેન્દ્ર મોદીએ આજે ​​(શનિવાર) પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીની સમાધિ પર પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાન મોદી (Prime Minister Modi)ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને ગૃહમંત્રી અમિત શાહે  (Amit Shah) પણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  (Amit Shah) પણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી (Atal Bihari Vajpayee)ને તેમની જન્મજયંતિ પર યાદ કરી ટ્વિટ કર્યું

રાજકારણનો આદર્શ યુગપુરુષ’

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ કહ્યું, ‘ભારતીય રાજનીતિના આદર્શ યુગપુરુષ, કરોડો ભાજપના કાર્યકરોના માર્ગદર્શક અને પૂર્વ વડાપ્રધાન, ભારત રત્ન પૂજ્ય શ્રી અટલ બિહારી વાજપેયીજીને તેમની જન્મજયંતિ પર  કોટિ કોટિ નમન. રાષ્ટ્ર અને સંગઠનની સેવામાં સમર્પિત યુગદૃષ્ટ અટલજીનું જીવન આપણા સૌ માટે પ્રેરણાસ્ત્રોત છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x