15થી 18 વર્ષના બાળકોને 3 જાન્યુઆરીથી કોરોનાની વેક્સિન અપાશે : PM મોદીની જાહેરાત
નવી દિલ્હી :
કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ખતરા વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કરતા હતા ત્યારે તેમણે કહ્યું કે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં આપણે સચેત રહેવાની જરૂર છે. PMએ નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી તેમ જણાવી કહ્યું કે લોકોએ સચેત રહેવાની જરૂર છે તેમજ કોવિડના નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ ઉપરાંત PMએ હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેક્સિનેશનને લઈને જાણકારી આપી.
વડાપ્રધાને કહ્યું- અમે આ વર્ષના અંતિમ સપ્તાહમાં છીએ. 2022 હવે આવવાનો છે. તમે બધાં તેની સ્વાગતની તૈયારીમાં છો પરંતુ ઉત્સાહ અને ઉમંગની સાથે જ આ સમય સચેત રહેવાનો પણ ભય છે. આજે અનેક દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને કારણે સંકટ વધ્યું છે. ભારતમાં પણ સંકટ વધ્યું છે. સાવધાની રાખો, સતર્ક રહો, પેનિક ન બનો. માસ્કનો ઉપયોગ કરો, થોડી થોડી વારે હાથ ધોતા રહો. હવે જ્યારે વાયરસ મ્યૂટેટ થઈ રહ્યો છે, તો આપણી ઈનોવેશનની ક્ષમતા પણ વધી છે. આજે આપણી પાસે 18 લાખ આઈસોલેશન બેડ્સ છે.
1 લાખ 40 હજાર ICU બેડ્સ છે. 90 હજાર વિશેષ બેડ્સ બાળકો માટે છે. 3000થી વધુ PSA ઓક્સિજન્ પ્લાન્ટ્સ કામ કરી રહ્યાં છે, 4 લાખ ઓક્સિજન સિલેન્ડ કરી દીધા છે. 141 કરોડ વેક્સિન ડોઝના મુશ્કેલ લક્ષ્યને ભારતે ક્રોસ કર્યું છે. વયસ્ક જનસંખ્યામાં ઓછામાં ઓછા 90 ટકાને વેક્સિનના એક ડોઝ આપવામાં આવ્યા છે. ભારતવાસી તે વાત પર ગર્વ કરશે કે આપણે તમામ વિપરિત પરિસ્થિતિઓ વચ્ચે આ કર્યું છે. ત્યાર બાદ અંત માં ખુબજ મહત્વ ની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ૩ જાન્યુઆરીથી દેશમાં ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને વેક્સિન આપવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે દેશ રસી પર એક્શન મોડમાં છે. દેશમાં 141 કરોડ ડોઝ લગાવવામાં આવી ચૂક્યા છે. સ્વાસ્થ્યકર્મીઓએ ખૂબ જ સરસ કામ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે ઓમિક્રોનની ચર્ચા ખૂબ જ ઝડપથી ચાલી રહી છે. ભારતના વૈજ્ઞાનિકો તેના પર ચાંપતી નજર રાખીને કામ કરી રહ્યા છે.
1. દેશમાં 15-18 વર્ષની વયના બાળકો માટે રસીકરણ શરૂ થશે. 3જી જાન્યુઆરીથી તેની શરૂઆત થશે.
2. આરોગ્ય કર્મચારીઓ માટે, પ્રી-પ્રિવેન્શન ડોઝ (બૂસ્ટર ડોઝ)ની શરૂઆત 10 જાન્યુઆરી 2022થી થશે.
60 વર્ષથી મોટી ઉંમરના ગંભીર રોગો ધરાવતા લોકો માટે, પ્રી-પ્રિવેન્શન ડોઝ (બૂસ્ટર ડોઝ) ની શરૂઆત થશે.