આરોગ્યરાષ્ટ્રીય

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા પોઝિટિવ કેસો અને મોતના આંકડા નોંધાયા? ઓમિક્રોનના આંકડાઓ ચોંકાવનારા

ભારતમાં ઓમિક્રોનના ફફડાટ વચ્ચે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. દેશમાં સળંગ 28માં દિવસે કોરનાના નવા કેસ 10 હજારથી નીચે રહ્યા છે. દેશમાં હજુ પણ કેરળમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 7189 નવા કેસ નોંધાયા છે અને 387 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે.7286.લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 77,032પર પહોંચી છે. રિકવરી રેટ 99 ટકા જેટલો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3281 કેસ નોંધાયા છે અને 342 સંક્રમિતોના મોત થયા છે. ઓમિક્રોનના કુલ કેસ 415 થયા છે.24 ડિસેમ્બરે 6650 કેસ અને 374 સંક્રમિતોના મોત થયા હતા. 23 ડિસેમ્બરે 6317 નવા કેસ અને 434 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 22 ડિસેમ્બરે 6317 નવા કેસ 318 સંક્રમિતોના મોત થયા હતા. 21 ડિસેમ્બરે 5326 નવા કેસ અને 453 સંક્રમિતોના મોત થયા હતા. 20 ડિસેમ્બરે 6563 નવા કેસ અને 132 સંક્રમિતોના મોત થયા હતા. 19 ડિસેમ્બરે 7081 નવા કેસ અને 264 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 18 ડિસેમ્બરે 7145 નવા કેસ સામે આવ્યા હબતહતા અને 289 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 17 ડિસેમ્બરે 7447 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 391 સંક્રમિતોના મોત થયા હતા. 16 ડિસેમ્બરે 7974 નવા કેસ અને 343 સંક્રમિતોના મોત થયા હતા. 15 ડિસેમ્બરે 6984 નવા કોરોના કેસ નોંધાયા હતા અને 247 લોકોના મોત થયા હતા. 14 ડિસેમ્બરે 5784 નવા કેસ અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો

હતો. 13 ડિસેમ્બરે 7350 નવા કેસ અને 202 લોકોના મોત થયા હતા. 12 ડિસેમ્બરે 7774 નવા કેસ નોંધાયા હતા અને 306 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 11,12,195 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3 કરોડ 47 લાખ 79 હજાર 815
કેસ ડિસ્ચાર્જઃ 3 કરોડ 42 લાખ 23 હજાર 263
એક્ટિવ કેસઃ 77 હજાર 032
કુલ મૃત્યુઆંકઃ 4 લાખ 79 હજાર 520

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x