મહારાષ્ટ્રમાં ઓમિક્રોન બ્લાસ્ટ, કેસના આંકડા જાણી ચિંતામાં પડી જશો
મહારાષ્ટ્ર માટે રવિવારનો દિવસ માઠો સાબિત થયો છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 1679 અને ઓમિક્રોનના એક ઝાટકે 31 કેસ આવતા દેશનું ટેન્શન વધ્યું છે.રાજ્યમાં ઓમિક્રોનના નવા 31 કેસની સાથે કુલ સંક્રમિતનો આંકડો 141 પર પહોંચ્યો છે જે દેશમાં સૌથી વધારે છે. મહારાષ્ટ્રમાં કોરોના અને ઓમિક્રોન બન્ને કેસમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે.
મુંબઈમાં કોવિડ 19ના વધતા ચેપને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી એકવાર પ્રતિબંધો લાદ્યા છે. સરકાર દ્વારા પ્રતિબંધો અંગે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. રાત્રે હોટેલ, રેસ્ટોરાં, બાર-ક્લબ જેવી જાહેર સંસ્થાઓને અગાઉ કરતાં વધુ કડક બનાવવામાં આવી છે. હવે રાજ્યમાં ૫૦ ટકા ક્ષમતા વાળા જીમ અને સિનેમાઘરો ખોલવાની સૂચના આપવામાં આવી છે.
મહારાષ્ટ્રના અહમદનગરની એક સ્કૂલમાં 52 બાળકો કોરોના સંક્રમિત આવતા તંત્ર દ્વારા સ્કૂલને સીલ કરી દેવાયું છે.મહારાષ્ટ્રમાં કોરોના અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોન કેર વરસાવી રહ્યા છે. રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. અહમદનગરના ટાકલી ઢોકેશ્વરમાં જવાહર નવોદય વિશ્વવિદ્યાલયમાં 19 બાળકો કોરોના સંક્રમિત આવ્યાં હતા જે પછી 450 બાળકોનું ટેસ્ટિંગ કરાયું હતું. ટેસ્ટનો રિપોર્ટ આવ્યાં બાદ હવે બીજા 33 બાળકો કોરોના પોઝિટીવ આવ્યાં છે કુલ 52 બાળકો સંક્રમિત આવ્યાં છે. તંત્ર દ્વારા સ્કૂલ દ્વારા સીલ કરી દેવાયું છે અને તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે તેની વચ્ચે હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ એવી ચેતવણી આપી કે જો મેડિકલ ઓક્સિજનની માગ રોજની 800 મેટ્રિક ટન જેટલી વધશે તો રાજ્યવ્યાપી લોકડાઉન જાહેર કરવામા આવશે. તેમણે કહ્યું કે લોકો કોરોનાના પ્રતિબંધો વેઠે તેવી રાજ્ય સરકારની ઈચ્છા નથી પરંતુ કેસ વધશે તો રાજ્ય સરકારને લોકડાઉનની ફરજ પડશે. મહારાષ્ટ્રમાં હાલમાં ઓમિક્રોનના 108 કેસ છે જે દેશમાં સૌથી વધારે છે.