ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસ્યો કમોસમી વરસાદ, હવામાનમાં અચાનક પલટો
કચ્છના રાપર તાલુકામાં પણ કમોસમી વરસાદ નોંધાયો છે. રાપરના ખેંગારપર, કુડા ,રામવાવ અને જામપર, સુવઇ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હોવાની માહિતી આવી છે. ત્યારે મોસમી વરસાદે ખેડૂતોની ચિંતા તો વધારી જ છે સાથે જ રાપરમાં વરસાદ બાદ ઠંડીમાં વધારો જોવા મળ્યો છે.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જીલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ વરસ્યો છે. ત્યારે કમોસમી વરસાદ થતાં ઉત્તર ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધી છે. કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ ઉભી થઇ રહી છે.
બનાસકાંઠામાં અંબાજી પંથકમાં પણ વાતાવરણમા પલટો જોવા મળ્યો છે. અહીં પણ વરસાદ વરસ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મોરબી શહેરમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. આ તરફ કચ્છમાં અંજાર-માંડવી બાદ મુન્દ્રા શહેરમાં વરસાદ પડ્યો છે. ત્યારે કચ્છમાં 5 દિવસ વરસાદની આગાહી કહેવામાં આવી છે.