60 વર્ષથી વધુ ઉંમરના લોકોને અપાશે બુસ્ટર ડોઝ : આરોગ્ય વિભાગના ACS મનોજ અગ્રવાલે જાણો શું કહ્યું ?
ગુજરાતમાં કોરોના કેસ વધી રહ્યા છે ખાસ કરીને શાળાના બાળકોમાં કોરોના સંક્રમણ વધુ ઝડપથી થઈ રહ્યું છે ત્યારે બાળકોને પણ રસી આપવાની શરૂઆત થનાર છે, આજે આરોગ્ય વિભાગના ACS મનોજ અગ્રવાલ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમણે 3 તારીખથી બાળકોને રસી આપવાનું કામ શરૂ થશે તેવું જણાવ્યું છે.
રાજ્યમાં વૃદ્ધોને અપાશે બુસ્ટર ડોઝ
હર ઘર દસ્તક અભિયાનમાં બાળકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે બાળકોને રસી માટે 1 લી જાન્યુઆરીથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાનાર છે. જેમાં શાળાઓનો પણ સહયોગથી શાળાઓમાં જઈને રસી આપવાની કામગીરી શરૂ કરાશે. રસીના 45 લાખ ડોઝ ઉપલબ્ધ છે ત્યારે આરોગ્ય મંત્રાલયની સૂચના પ્રમાણે રસીના ડોઝ અપાશે.
60 વર્ષથી વધુ ઉંમરના લોકોને બુસ્ટર ડોઝ
મહત્વનું છે કે રાજ્યમાં 60 વર્ષની ઉંપરના તમામ નાગરિકોને કોર્મોબિટ ડોઝ આપવામાં આવનાર છે ત્યારે 10મી જાન્યુઆરી બાદ બુસ્ટર ડોઝ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે,જેમાં બીજો ડોઝ લીધાના 39 અઠવાડિયા બાદ એટલે 9 મહિના પૂર્ણ થયા હશે તો જ બુસ્ટર ડોઝ મળશે. જેમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર નાગરિકોને સરકાર તરફથી નિશુલ્ક બુસ્ટર ડોઝ આપવામાં આવશે.
ભારતમાં બુસ્ટર ડોઝ કોને અપાશે?
ભરતમાં હાલ પ્રિકોશનરી ડોઝ ફ્રંટલાઈન વર્કર્સ, હેલ્થકેર વર્કર્સ અને ગંભીર બીમારી ધરાવતા અને 60 વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે. જેમ પહેલા બે ડોઝ લાગ્યા છે એ જ રીતે આ ડોઝ પણ આપવામાં આવશે. એની કોઈ અલગ રીત નથી.
કેટલા લોકોને મળશે બુસ્ટર ડોઝ?
કોરોના સાથે સીધી લડાઈ લડી રહેલા ફ્રંટલાઈન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સને પ્રિકોશનરરી ડોઝ મળશે જેમની સંખ્યા આશરે 3 કરોડ જેટલી છે. 60 વર્ષથી ઉપરના વૃદ્ધો કે જેમને કોઈ ગંભીર બીમારી છે તેઓને ડોક્ટરની સલાહ મુજબ વેક્સિનનો ત્રીજો ડોઝ મળશે. જો કે તેમના માટે આ વૈકલ્પિક સુવિધા છે.
જો કોઈ બીમારી ન હોય તો?
જો કોઈ ગંભીર બીમારી ન હોય તો 60 વર્ષથી ઉપરના લોકોને પણ બુસ્ટર ડોઝ નહીં મળે. નેશનલ હેલ્થ ઓથોરીટીના સીઇઓ ડો. આર એસ શર્માએ ન્યૂઝ એજન્સીએ કહ્યું હતું કે પ્રિકોશનરી ડોઝ માટે ‘કોમોરબીડિટી સર્ટિફિકેટ’ જરૂરી હશે. જો તમને ડાયાબિટીસ, કેન્સર, શ્વાસ લેવામાં તકલીફ અને હ્રદયના રોગો જેવી ગંભીર બીમારી હોય તો જ તમને ત્રીજો ડોઝ મળશે.
બુસ્ટર ડોઝનું સર્ટિફિકેટ મળશે?
હા. જે રીતે પ્રથમ બે ડોઝ પર વેક્સિન સર્ટિફિકેટ મળ્યું હતું એ જ રીતે ત્રીજા બુસ્ટર ડોઝનો સર્ટિફિકેટ પણ મળશે એવું ડો. અર એસ શર્માએ જણાવ્યું હતું.
બુસ્ટર ડોઝના નિર્ણય પાછળનું કારણ
દુનિયાભરના વૈજ્ઞાનિકોએ ચેતવી દીધા છે કે કોરોનાની વેક્સિનથી બનેલી ઇમ્યુનિટી થોડા સમય પછી ઓછી થઈ જાય છે. એવામાં વેક્સિનના બુસ્ટર ડોઝની જરૂર બધાંને પડી શકે છે. કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયન્ટ વધારે શક્તિશાળી હોવાથી તેની જરૂર વધી ગઈ હતી. હવે નવો વેરિયન્ટ વેકસીનેટેડ લોકોને પણ અસર કરી રહ્યો છે એટલે ફ્રન્ટ લાઇન વર્કર્સ અને વૃદ્ધોને બુસ્ટર ડોઝની જરૂર જણાઈ રહી છે. માટે સરકારે આ નિણર્ય લેવો પડ્યો હતો.
60 વર્ષથી ઓછી ઉંમરના અને ગંભીર બીમારી હોય તો?
જો તમે 60 વર્ષથી ઓછી ઉંમરના હોવ પણ તમે કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોવ તો પણ તમને વેક્સિનનો બુસ્ટર ડોઝ નહીં મળે.