કોરોના વઘતા દિલ્હીમાં યલો એલર્ટ લાગુ કરાયું, ખાનગી ઓફિસોમાં 50% સ્ટાફ અને દુકાનો,મોલો માટે ઓડ ઇન વન ફોર્મ્યુલા લાગુ .. જાણો વઘુ અહીં ક્લિક કરી
દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના વધી રહેલા કેસ વચ્ચે દિલ્હીમાં GRAP (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન)ને લાગુ કરી દેવામાં આવ્યો છે. એનો અર્થ એ થયો કે રાજધાનીમાં યલો એલર્ટ લાગુ થઈ ગયું છે. આ અંતર્ગત ઘણા પ્રતિબંધો મૂકવવામાં આવશે, જેમ કે દુકાનો અને મોલ ખોલવા માટે ઓડ-ઈવન ફોર્મ્યુલા લગાવી શકાશે.નવી દિલ્લી સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર ઓમિક્રોનના પગલે કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે દિલ્હીમાં યલો એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે.
ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનની હેઠળ અનેક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. દિલ્લીમાં 10pm-5am સુધી નાઇટ કર્ફ્યુ લગાવી દેવાયો છે. દિલ્હી મેટ્રો, રેસ્ટોરન્ટ્સ, બાર 50% ક્ષમતા પર ચલાવવા માટે આદેશ અપાયો છે. આ ઉપરાંત સિનેમા હોલ, સ્પા, જીમ, મલ્ટીપ્લેક્સ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. CM કેજરીવાલે કહ્યું હતું કે છેલ્લા 2-3 દિવસમાં કોવિડના પોઝિટિવ કેસમાં 0.5%નો વધારો જોવા મળ્યો છે. એટલા માટે યેલો એલર્ટ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે દિલ્હીમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. જોકે મોટા ભાગના કેસમાં હોસ્પિલમાં દાખલ થવાની જરૂર પડી નથી કે ઓક્સિજન, ICU અને વેન્ટિલેટરની જરૂર પડી નથી. ઓમિક્રોન સંક્રમિત લોકો ઘરે રહીને સાજા થઈ રહ્યા છે.