Uncategorized

ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર,ચૂકી ગયા તો થશે મસમોટો દંડ

દેશમાં IT રિટર્ન ફાઇલ (Income Tax Return filing last date) કરવાની અંતિમ તારીખ નજીક આવી ગઈ છે. આવક વેરા વિભાગ તરફથી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર 2021 સુધી વધારવામાં આવી છે. બીજી તરફ નાણાકીય વર્ષ 2020-21 (AY21-22) માટે રિટર્ન ફાઇલ (ITR) કરવાની તારીખ નજીક આવતા જ કરદાતાઓ (Taxpayers) તરફથી અંતિમ તારીખ વધારવાની માંગ ઉઠી છે. કરદાતાઓ આઈટીઆર પોર્ટલ (ITR portal)માં સમસ્યા હોવાની ફરિયાદ કરી રહ્યા છે. આ સાથે જ સોમવારથી ટ્વિટર પર #Extend_Due_Date_Immediately હેઝ ટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે.નાણાકીય વર્ષ 2020-21 માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર છે.

આ પહેલા અંતિમ તારીખ 31મી જુલાઈ હતી પરંતુ તેને વધારીને 31મી ડિસેમ્બર કરવામાં આવી હતી. જોકે, હવે કરદાતાઓ ફરીથી તારીખમાં વધારો કરવાની માંગણી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ITR પોર્ટલ સતત હેંગ થઈ રહ્યું છે. આ કારણે તેમને રિટર્ન ફાઇલ કરવામાં સમસ્યા નડી રહી છે. કરદાતાઓ ટ્વિટર પર ટ્વીટ કરીને સરકારને તારીખ વધારવાની વિનંતી કરી રહી છે.
ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે 27મી ડિસેમ્બર, 2021 સુધી દેશમાં કુલ 4,67,45,249 કરદાતાઓએ રિટર્ન ફાઇલ કર્યું છે. 27મી તારીખે એક દિવસમાં 15,49,831 રિટર્ન ફાઇલ થયા હતા. સાથે જ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી રિટર્ન ફાઇલ કરતી વખતે કોઈ સમસ્યા આવે તો orm@cpc.incometax.gov.in પર સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે.

જે કરદાતાઓએ હજુ સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ નથી કર્યું તેઓ 31મી ડિસેમ્બર, 2021 એટલે કે અંતિમ તારીખ સુધી રિટર્ન ફાઇલ કરી શકે છે. ઇન્મક ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી તારીખ બાદ પણ ITR ફાઇલ કરી શકાય છે. જોકે, આ માટે દંડ વસૂલવામાં આવી શકે છે. જોકે, આવા કિસ્સામાં તેઓ ચાલુ નાણાકીય વર્ષના નુકસાનને આગામી વર્ષ પર નથી લઈ જઈ શકતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x