સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો ઘટાડો, જાણો નવો ભાવ અહીં ક્લિક કરી
સોનાની કિંમતમાં આજે ઘટાડો નોંધાયો છે. મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાની કિંમત (Gold price) 0.17 ટકા ઘટી છે. જ્યારે ચાંદીની કિંમત (Silver price)માં પણ આજે ઘટાડો નોંધાયો છે. આજે સવારે એમસીએક્સ પર ચાંદીની કિંમતમાં 0.20 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી આજે પ્રતિ કિલોગ્રામ 62,460 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે.વર્ષ 2020ની વાત કરીએ તો સોનાની કિંમત MCX પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયાના સ્તર પર પહોંચી હતી. આજે ઓગસ્ટ વાયદા સોનું MCX પર 48,005 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું છે. એ પ્રમાણે સોનું રેકોર્ડ ભાવથી હાલ 8,195 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
સોના-ચાંદીના ભાવ (Gold Silver Price)
ઓગસ્ટ ડિલિવરી વાળા સોનાની કિંમત આજે 0.17 ટકા ઘટી છે. આ સાથે સોનાની કિંમત 48,005 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી છે. જ્યારે ચાંદીની કિંમતમાં પણ 0.20 ટકા ઘટી છે. ચાંદીની કિંમત 62,460 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.