રાષ્ટ્રીય

સરકારે લંબાવી GST રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ, જાણી લો નવી તારીખ અહીં ક્લિક કરી

દેશમાં GST વાર્ષિક રિટર્ન ફાઇલ કરનારા વેપારીઓ માટે સારા સમાચાર છે. સરકારે GST વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ લંબાવી છે. સરકારે બુધવારે GST વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવવાની જાહેરાત કરી હતી. સરકારે બુધવારે વેપારીઓ માટે માર્ચ 2021 ના ​​રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2020-21 માટે GST વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી સુધી લંબાવી છે. સરકારના આ નિર્ણય બાદ હવે વેપારીઓ પાસે તેમના GST વાર્ષિક રિટર્ન ફાઈલ કરવા માટે વધુ સમય મળશે. તમને જણાવી દઈએ કે અગાઉ વેપારીઓ માટે તેમના GST વાર્ષિક રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર 2021 હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ પણ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરીને વેપારીઓને આ અંગે માહિતી આપી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ ટ્વીટ કર્યું, “નાણાકીય વર્ષ 2020-21 માટે ફોર્મ GSTR-9 અને ફોર્મ GSTR-9Cમાં સ્વ-પ્રમાણિત સમાધાન નિવેદનમાં વાર્ષિક રિટર્ન સબમિટ કરવાની નિયત તારીખે 31.12.2021 થી આગળ વધારીને 28.02.2022 કરવામાં આવી છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x