ગુજરાત

રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા વિષય દાખલ કરાશે

રાજ્યની (Gujarat) માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં (Secondary and higher secondary school )નવા વિષય દાખલ કરાશે. શૈક્ષણિક વર્ષ 2021-22 થી ધો.11 માં અને 2022-23થી ધો.12માં વૈકલ્પિક વિષય તરીકે રાજ્યની 223 શાળામાં નવા વિષય દાખલ કરાશે. કુલ 7 જેટલા નવા વિષયો (New Subject) દાખલ કરવાનો રાજ્ય સરકારએ નિર્ણય કર્યો છે. શિક્ષણ મંત્રી (Jitu Vaghani) જીતુ વાઘાણીએ ટ્વિટ કરી આ માહિતી આપી છે.

આ વિષયોનો ઉમેરો થશે

2 એપરલ & મેડ ups & હોમ ફર્નીશીંગ
3 ઓટોમોટિવ
4 બ્યુટી એન્ડ વેલનેસ
5 ઇલેક્ટ્રોનિકસ એન્ડ હાર્ડવેર
6 રિટેઇલ
7 ટુરિઝમ એન્ડ હોસ્પિટલીટી

શૈક્ષણિક વર્ષ 2021-22 માં યોજાનારી બોર્ડ પરીક્ષાઓનું રિવાઈઝ્ડ શેડ્યુલ (Revised Schedule) બહાર પડાયું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 માં યોજાનારી બોર્ડ પરીક્ષાઓનું રિવાઈઝ્ડ શેડ્યુલ (Revised Schedule) બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 9 થી 12ની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ગુજરાત બોર્ડે ધોરણ 9 થી 12ની પ્રિલિમિનરી પરીક્ષા, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા, પ્રેક્ટિકલ પરીક્ષા અને ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા મોકૂફ રાખી છે. અગાઉ ધોરણ 9 થી ધોરણ 12 ની પ્રિલિમિનરી પરીક્ષા 27 જાન્યુઆરી, 2022 થી યોજાવાની હતી, પરંતુ હવે તે 10 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે.

બોર્ડ પરીક્ષાની તારીખો બદલાઈ

ગુજરાત સરકારના(Gujarat Board)  નવા શેડ્યુલ પ્રમાણે ધોરણ 10 અને 12 (GSEB Board Exam 2022)ની બોર્ડ પરીક્ષા 14 એપ્રિલથી 28 એપ્રિલના બદલે 14 થી 30 માર્ચ દરમિયાન લેવામાં આવશે. જ્યારે ધોરણ 9 થી 11ની વાર્ષિક પરીક્ષા 11 થી 21 એપ્રિલના બદલે 21 થી 30 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત બોર્ડમાં નવું શૈક્ષણિક સત્ર 9Education year) 2022-23 હવે 6 જૂનના બદલે 13 જૂનથી શરૂ થશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x